• લઘુત્તમ બિડ લોટ 254 ઈક્વિટી શેર અને ત્યારબાદ 254શેરના ગુણાંકમાં રહેશે
  • ફ્લોર પ્રાઈઝ ફેસ વેલ્યુથી 5.૬ ગણી, કેપ પ્રાઈઝ શેરની ફેસવેલ્યૂથી 5.9 ગણી
  • કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવાની યોજના ધરાવે છે
  • કંપનીના પ્રમોટર્સઃ પવન બજાજ અને કરણ બજાજને 30 વર્ષથી વધુ અનુભવ છે

અમદાવાદ: હૈદરાબાદ સ્થિત કન્ઝ્યુમર ડ્યુરેબલ રીટેઈલ ચેઈન ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા લિમિટેડ (EMIL)  તા. 4 ઓક્ટોબરના રોજ શેરદીઠ રૂ. 56-58ની પ્રાઇસ બેન્ડ સાથે કુલરૂ. 500 કરોડના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 7 ઓક્ટોબરના રોજ બંધ થશે. ઇન્વેસ્ટર્સ ન્યૂનતમ 254 શેર્સ અને ત્યારબાદ 254 શેર્સના ગુણાંકમાં અરજી કરી શકશે.

કંપની વિશેઃ

EMIL ભારતમાં ચોથા ક્રમની સૌથી મોટી અને સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઈલેક્ટ્રોનિક રીટેઈલર કંપની છે, જેનો રીટેઈલ કારોબાર વિસ્તાર 11.2 લાખ ચોરસ ફૂટ છે. 31 ઓગસ્ટ, 2022ના રોજ કંપની 36 શહેરો/ શહેરી સમૂહોમાં 112 સ્ટોર્સ ધરાવતા હતા જેમાં 100 સ્ટોર્સ મલ્ટી બ્રાન્ડ આઉટલેટ્સ (“MBO”) છે અને 12 સ્ટોર્સ એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ (“EBO”) છે. કંપની આંધ્ર અને તેલંગાણામાં “બજાજ ઈલેક્ટ્રોનિક્સ” નામ હેઠળ 89 MBO, એનસીઆર વિસ્તારમાં “ઈલેક્ટ્રોનિક્સ માર્ટ”ના નામ હેઠળ 8 MBO, “કિચન સ્ટોરીઝ” નામથી બે વિશિષ્ટ સ્ટોર્સ ચલાવે છે જે તેના ગ્રાહકોની રસોડા આધારીત જરૂરીયાતો પૂરી કરે છે. “ઓડિયો એન્ડ બિયોન્ડ” નામ હેઠળ એક વિશિષ્ટ સ્ટોર ફોર્મેટ છે કે જે હાઈ એન્ડ હોમ ઑડિઓ અને હોમ ઑટોમેશન સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આઇપીઓ બાદ કંપની 26 નવા  MBO શરૂ કરશે

હાલમાં, EMIL દક્ષિણ ભારતમાં અગ્રેસર છે. તેલંગણા અને આંધ્રપ્રદેશમાં બજાર હિસ્સો વધારવા માટે કંપની તેના વિદ્યમાન ક્લસ્ટરમાં સ્ટોર નેટવર્કને મજબૂત બનાવવાનું ચાલુ રાખવાનો ધ્યેય રાખે છે. કંપની આ આઈપીઓની કમાણીથી 2૬ MBO શરૂ કરીને એનસીઆરમાં સ્ટોર નેટવર્ક શરૂ કરવાનો અને બાંધવાનો ઈરાદો ધરાવે છે. EMIL 70થી વધુ કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ્સ પાસેથી પ્રોડક્ટ કેટેગરીમાં 6000થી વધુ સ્ટોક કીપિંગ યુનિટ્સ (એસકેયુ) દર્શાવે છે. કંપની રીટેઈલ, હોલસેલ અને ઈ-કોમર્સની ત્રણ ચેનલ્સમાં સંચાલન કરે છે.

કંપનીની નાણાકીય કામગીરીઃ 17.09 CAGRથી ગ્રોથ કરે છે

નાણાકીય વર્ષ 2૦22માં રીટેઈલ સેલ્સમાં 35.૦3% નો વધારો થવાને લીધે કંપનીની આવક નાણાકીય વર્ષ 2૦22માં પાછલા નાણાકીય વર્ષની સરખામણીએ 35.૮૪ % વધીને Rs.4349.32 crore થઈ છે જે પાછલા વર્ષ દરમિયાન Rs.3201.88 crore હતી. કંપનીનો કરબાદ નફો નાણાકીય વર્ષ 2૦21માં Rs. 58.62 crore હતો જે નાણાકીય વર્ષ 2૦22માં 77.22% વધીને Rs. 103.89 crore થયો છે. નાણાકીય વર્ષ 2૦2૦થી નાણાકીય વર્ષ 2૦22 સુધીમાં કામગીરીમાંથી થતી આવક 17.૦9 %ના સીજીઆર પર વધી છે અને નાણાકીય વર્ષ 2૦21માં કંપનીની ઓપરેટિંગ માર્જિન્સ આ ક્ષેત્રના કંપનીઓમાં બીજા ક્રમે રહી હતી. 3૦ જૂન, 2૦22ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં કંપનીની કામગીરીમાંથી આવક Rs.1408.45 crore રહી છે અને કરબાદ નફો Rs.40.66 crore નોંધાયો છે.

કંપનીની નાણાકીય.

સમયગાળોઆવકોચો.નફો
31-Mar-192826.177.1
31-Mar-203179.0281.61
31-Mar-213207.3758.62
31-Mar-224353.07103.89
30-Jun-221410.2540.66

Amount in ₹ Crore

કેટેગરી વાઇસ મિનિમમ એપ્લિકેશન એમાઉન્ટ

ApplicationLotsSharesAmount
Retail (Min)1254₹14,986
Retail (Max)133302₹194,818
S-HNI (Min)143,556₹209,804
B-HNI (Min)6717,018₹1,004,062