રત્નવીર પ્રિસિઝન 37 ટકા પ્રિમિયમે બંધ રીષક્ષ ઇન્સ્ટ્રુમેન્ટ્સ 4 ટકા રિટર્ન સાથે બંધ

ઇશ્યૂ પ્રાઇસ98
ખૂલ્યો128.00
વધી134.40
ઘટી123.00
બંધ134.40
સુધારોરૂ. 36.40
સુધારો37.14 ટકા
ઇશ્યૂ પ્રાઇસ441
ખૂલ્યો460.05
વધી470.00
ઘટી432.35
બંધ443.15
સુધારોરૂ. 2.15
સુધારો4 ટકા

મુંબઇ, 11 સપ્ટેમ્બરઃ આજે લિસ્ટેડ થયેલા બે આઇપીઓ પૈકી રત્નવીર પ્રિસિઝનમાં રૂ. 98ની ઇશ્યૂ પ્રાઇસ સામે સામે રૂ. 128ના મથાળે ખૂલ્યા બાદ રૂ. 134.40ની સપાટીએ બંધ રહેવા સાથે રૂ. 36.40નો સુધારો નોંધાવ્યો હતો. જે 37.14 ટકાનું પ્રિમિયમ દર્શાવે છે. ગુજરાત સ્થિત કંપનીએ પબ્લિક ઈશ્યુ દ્વારા રૂ. 165.03 કરોડ ઊભા કર્યા હતા. ગુજરાતમાં ચાર ઉત્પાદન એકમો સાથે, તેના સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદન ઉત્પાદક ઓટોમોટિવ, પાવર, તેલ અને ગેસ, ફાર્માસ્યુટિકલ્સ, ઇલેક્ટ્રોમિકેનિક્સ, મકાન અને બાંધકામ, વિદ્યુત ઉપકરણો અને પરિવહન જેવા અનેક ઉદ્યોગોને પૂરી પાડે છે.

તેની સામે રિષભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રૂ. 441ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 460.05ની સપાટીએ ખુલી ઉપરમાં રૂ. 470 અને નીચામાં રૂ. 432.35 થઇ છેલ્લે રૂ. 443.15ની સપાટીએ બંધ રહ્યો હતો. જે રૂ. 2.15નું નોમિનલ પ્રિમિયમ દર્શાવે છે. ટેસ્ટ અને મેઝરિંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને ઈન્ડસ્ટ્રીયલ કંટ્રોલ પ્રોડક્ટ્સ ઉત્પાદકે તેના પબ્લિક ઈશ્યુ દ્વારા રૂ. 490.78 કરોડ એકત્ર કર્યા છે. ઓફરની પ્રાઇસ બેન્ડ 418-441 રૂપિયા પ્રતિ શેર હતી. પબ્લિક ઈશ્યુ 31.65 ગણો સબસ્ક્રાઈબ થયો હતો.