અમદાવાદ, 3 ઓક્ટોબરઃ પ્રાઈમરી માર્કેટમાંથી આજે બે આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં રોકાણકારો માટે આશાનું કિરણ જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓએ 20.17 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીજી બાજુ મનોજ વૈભવે રૂ. 215ની ઈશ્યૂ પ્રાઈઝના લેવલે જ ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યું છે.

JSW Infrastructure IPO Listing gain

જેએસડબ્લ્યૂ ગ્રૂપની 13 વર્ષ બાદ લિસ્ટેડ થનાર જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રૂ. 119ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 20.17 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ બાદ અપર સર્કિટે પહોંચ્યો હતો. જે લિસ્ટિંગના પ્રથમ દિવસે જ કુલ 32.10 ટકા રિટર્ન આપવા સાથે 157.30ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. અગાઉ 2010માં JSW એનર્જીનું લિસ્ટિંગ થયું હતું.

જેએસડબલ્યુ ઈન્ફ્રા આઈપીઓના શેર્સ ગ્રે માર્કેટમાં રૂ. 30 (25 ટકા)ના પ્રીમિયમ ચાલી રહ્યા હતા. JSW ઈન્ફ્રાસ્ટ્રક્ચરના IPOને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

મનોજ વૈભવ  જેમ્સ એન જ્વેલર્સ આઈપીઓ

મનોજ વૈભવ જેમ્સના આઈપીઓએ રૂ. 215ની ઈશ્યૂ પ્રાઈઝના લેવલે જ લિસ્ટિંગ કરાવ્યા બાદ 11.38 સુધીમાં વધી 221.90ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જે સ્તરે રોકાણકારોને નજીવુ 3.20 ટકા રિટર્ન મળ્યું હતું. હાલ 216.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જેના માટે ગ્રે માર્કેટમાં 5 ટકા પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા.

આઈપીઓ લિસ્ટિંગ વ્યૂહઃ

બ્રોકરેજે જેએસડબ્લ્યૂ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આઈપીઓના શેર્સ જાળવી રાખવા અને નીચા ભાવે ખરીદવા સલાહ આપી છે. જેની પાછળનું કારણ મજબૂત ટ્રેક રેકોર્ડ, પેરેન્ટ ગ્રૂપના બિઝનેસ- વિસ્તરણ, આકર્ષક નાણાકીય પ્રદર્શનો છે. બીજી બાજુ મનોજ વૈભવના આઈપીઓનું લિસ્ટિંગ નબળું રહેવાની બ્રોકરેજની સલાહ સાચી ઠરી છે. કંપની આંધપ્રદેશ અને તેલંગાણામાં મર્યાદિત બિઝનેસ ધરાવે છે. જો કે, તે ટિઅર 2 અને 3માં વધુ 8 શોરૂમ્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. ફંડામેન્ટલ્સ મજબૂત છે. જેને જોતાં મધ્યમગાળા માટે શેર્સ ખરીદી અને હોલ્ડ કરી શકો છો.