અમદાવાદ, 4 જાન્યુઆરીઃ આવતીકાલે બે એસએમઈ આઈપીઓ એનએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવવા જઈ રહ્યા છે. જેણે ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી છે. કે સી એનર્જી (Kay cee Energy) અને Kaushalya Logisticsએ આઈપીઓ મારફત રૂ. 52.53 કરોડનું ફંડ એકત્ર કર્યું છે.

Kay Cee Energyની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 54 સામે ગ્રે માર્કેટમાં 111 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જ્યારે કૌશલ્ય લોજિસ્ટિક્સ લિ.ના આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં રૂ. 55 પ્રીમિયમ નોંધાયા છે. જેની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 75 છે. બંને આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

હજાર ગણો સબ્સ્ક્રાઈબ થયો

કોટા સ્થિત વીજ વિતરણ અને ટ્રાન્સમિશન કંપની કે સી એનર્જી એન્ડ ઈન્ફ્રાનો આઈપીઓ સૌથી વધુ હજાર ગણો અર્થાત 1052.45 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 1311.10 ગણા બીડ ભર્યા હતા. જ્યારે ક્યુઆઈબી પોર્શન 127.71 ગણો અને એનઆઈઆઈ  1668.97 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો. કંપનીની આવકો, નેટવર્થ અને ચોખ્ખો નફો છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં સતત વધ્યા છે. મોટાભાગના બ્રોકરેજ હાઉસે આઈપીઓ ભરવા સલાહ આપી હતી.

કૌશલ્ય લોજિસ્ટિક્સનો આઈપીઓ કુલ 390.88 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 92.62 ગણો, એનઆઈઆઈ 847.88 ગણો અને રિટેલ પોર્શન 375.44 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી 10.01 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું.

નવા વર્ષમાં છ એસએમઈ આઈપીઓ લિસ્ટેડ થયા, 5માં એવરેજ 38 ટકા રિટર્ન

IPOઈશ્યૂ પ્રાઈસ બંધરિટર્ન
Shri Balaji Valve100199.599.5%
Manoj Ceramic6277.925.65%
AIK Pipes89110.2523.88%
HRH Next3643.0519.58%
Akanksha Power5565.118.36%
Sameera Agro180154.35-14.25%

નવા કેલેન્ડર વર્ષ 2024ની શરૂઆતના ચાર દિવસમાં જ છ એસએમઈ આઈપીઓ લિસ્ટેડ થયા છે. જેમાં સર્વપ્રથમ લિસ્ટિંગ કરાવનાર સમીરા એગ્રો એન્ડ ઈન્ફ્રા સિવાય (5 ટકા ડિસ્કાઉન્ટ) તમામે પ્રીમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને એવરેજ 37.9 ટકા રિટર્ન આપ્યું છે. સૌથી વધુ રિટર્ન શ્રી બાલાજી વાલ્વ કોમ્પોનન્ટ્સમાં 99.5 ટકા છૂટ્યું છે. 9 જાન્યુઆરીએ આઈબીએલ ફાઈનાન્સ રૂ. 34.30 કરોડનો આઈપીઓ લાવી રહી છે. જેની ઈસ્યૂ પ્રાઈસ રૂ. 51 છે. ન્યૂ સ્વાન મલ્ટીટેક લિ. પણ ટૂંકસમયમાં બીએસઈ એસએમઈ ખાતે લિસ્ટિંગ કરાવવા આઈપીઓ લોન્ચ કરશે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)