અમદાવાદ, 2 માર્ચઃ પ્રાઈમરી માર્કેટમાં આગામી સપ્તાહે કુલ આઠ જેટલા આઈપીઓ માર્કેટમાંથી ફંડ એકત્રિત કરવા આવી રહ્યા છે. જેમાં મેઈન બોર્ડ ખાતે ગોપાલ સ્નેક્સ લિ., જેજી કેમિકલ્સ લિ., આરકે સ્વામી લિ. અને એસએમઈ સેગમેન્ટમાં વીઆર ઈન્ફ્રાસ્પેસ, સોના મશીનરી, કૌરા ફાઈન ડાયમંડ જ્વેલરી, શ્રી કરણી ફેબકોમ, પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ આઈપીઓ ખૂલશે. આ સિવાય એસએમઈ સેગમેન્ટના 3 અને મેઈન બોર્ડ ખાતે ચાર આઈપીઓ લિસ્ટિંગ કરાવશે.

Upcoming IPO At A Glance

આઈપીઓતારીખપ્રાઈસ બેન્ડઈશ્યૂ સાઈઝ
RK Swamy4-6 માર્ચ270-288423.56
JG Chamicals5-7 માર્ચ210-221251.19
Gopal Snacks6-11 માર્ચ381-401650
VR Infraspace4-6 માર્ચ8520.40
Sona Machinery5-7 માર્ચ136-14351.82
Koura Fine6-11 માર્ચ555.50
Pune E-Stock7-12 માર્ચ78-8338.23
Shree Karni11-14 માર્ચ220-22742.49

ગ્રે માર્કેટમાં બહોળો પ્રતિસાદ

આઈપીઓની ભરમાર વચ્ચે ગ્રે માર્કેટમાં આઈપીઓની બોલબાલા વધી છે. આગામી સપ્તાહે 5 માર્ચે લિસ્ટિંગ થનાર એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમમાં ગ્રે પ્રીમિયમ 106 ટકા સુધી વધ્યા છે. અર્થાત રૂ. 142 ઈશ્યૂ પ્રાઈસ  સામે રૂ. 150 ગ્રે પ્રીમિયમ છે. જ્યારે જેજી કેમિકલ્સના આઈપીઓ માટે રૂ. 60 (27 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ગોપાલ સ્નેક્સ અને આરકે સ્વામીના ઈશ્યૂ પર હાલ કોઈ પ્રીમિયમ જોવા મળ્યા નથી. એસએમઈ સેગમેન્ટમાં સોના મશીનરી માટે રૂ. 40 (28 ટકા), શ્રી કરણી ફેબકોમ માટે રૂ. 40 (17 ટકા), પુણે ઈ-સ્ટોક બ્રોકિંગ માટે રૂ. 80 (96 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા છે.

આગામી સપ્તાહે લિસ્ટેડ થનાર આઈપીઓ

આઈપીઓગ્રે પ્રીમિયમ
Exicom Tele106%
Platinum industries47%
Bharat Highways InvIT
Mukka Protins100%
MVK Agro25%
Purva Flexipack169%
Owais Metal144%