અમદાવાદ

2022ના અંતિમ ટ્રેડિંગ દિવસે ખૂલેલા સાહ પોલિમર્સના આઈપીઓને નવા વર્ષમાં રિટેલ રોકાણકારોએ આવકાર્યો છે. રિટેલ રોકાણકારોએ બીજા દિવસે કુલ 7.46 ગણી અર્થાત રૂ. 495 કરોડની એપ્લિકેશન્સ કરી છે. સાહ પોલિમર્સના રૂ. 66.30 કરોડના આઈપીઓ સામે બીજા દિવસના અંતે કુલ 157.31 કરોડના બિડ ભરાયા હતા. ઈશ્યૂ 4 જાન્યુઆરીએ બંધ થશે.

ગ્રે માર્કેટ પ્રિમિયમ

ગ્રે માર્કેટમાં સાહ પોલિમર્સના આઈપીઓ માટે રૂ. 10 પ્રિમિયમ બોલાઈ રહ્યા છે. ગ્રે માર્કેટમાં પ્રાઈસ બેન્ડ 61થી 65 સામે 15 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ થવાના અહેવાલો ચર્ચાઈ રહ્યા છે. આઈપીઓ એલોટમેન્ટ 9 જાન્યુઆરીએ અને લિસ્ટિંગ 12 જાન્યુઆરીએ થશે.

આઈપીઓ સબ્સ્ક્રિપ્શનઃ

કેટેગરીસબ્સ્ક્રિપ્શન (ગણો)
QIB0.39
NII2.94
Retail7.46
કુલ2.37

શું કહે છે બ્રોકર્સઃ

મારવાડી શેર્સ એન્ડ ફાઈનાન્સ લિ.સિવાય મોટાભાગના તમામ બ્રોકર્સે આઈપીઓ ન ભરવા સલાહ આપી રહ્યાં છે. જેની પાછળનું કારણ કંપનીના હરીફ વધુ મજબૂત સ્થિતિમાં છે. ટી ગ્રુપની કંપનીમાં હરીફાઈ અને સટ્ટાનું પ્રમાણ વધુ રહેવાથી જોખમ વધુ હોવાનું જણાવ્યું છે.
બીજી બાજુ મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસે આ IPO માટે સબસ્ક્રાઇબ રેટિંગ આપતાં કારણ આપ્યું છે કે, કંપનીનો બિઝનેસ પોર્ટફોલિયો ખૂબ જ વૈવિધ્યસભર હોવાની સાથે તેની પાસે બહુવિધ ભૌગોલિક વિસ્તારો અને ઉદ્યોગોમાં ગ્રાહકો છે.