અમદાવાદ, 4 ઓક્ટોબરઃ શેરબજારના ખરાબ માહોલ વચ્ચે આજે અપડેટર સર્વિસિઝ લિ.એ ફ્લેટ લિસ્ટિંગ કરાવી રોકાણકારોને નાખુશ કર્યા છે. અપડેટર સર્વિસિઝનો આઈપીઓ રૂ. 300ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 299.90ના સ્તરે લિસ્ટેડ થયા બાદ સતત ઘટ્યો હતો. ઈન્ટ્રા ડે 5.68 ટકા ડિસ્કાઉન્ટે 282ના તળિયે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે અંતે 5.67 ટકા ડિસ્કાઉન્ટે 283 પર બંધ રહ્યો હતો.

બીજી બાજુ આજે એનએસઈ એસએમઈ સેગમેન્ટમાં બે આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું હતું, જેમાં Digikore Studiosનો SME IPO 65.78 % પ્રિમિયમે, જ્યારે મંગલમ એલોય્સનો આઈપીઓ 5 ટકા ડિસ્કાઉન્ટે 76 પર લિસ્ટેડ થયો હતો.

આજે લિસ્ટેડ થનાર આઈપીઓની સ્થિતિ

આઈપીઓછેલ્લો બંધઈશ્યૂ પ્રાઈસરિટર્ન
અપડેટર સર્વિસિઝ283300-5.67 ટકા
ડિજીકોર સ્ટુડિયોઝ283.50171+65.78 ટકા
મંગલમ એલોય્સ7680-5.00 ટકા

પ્લાઝા વાયર્સનો ઈશ્યૂ 50.60 ગણો ભરાયો

વાયરના ઉત્પાદન અને વેચાણ સહિતનો બિઝનેસ કરતી પ્લાઝા વાયર્સનો આઈપીઓ ઈશ્યૂ આજે કુલ 50.60 ગણો ભરાઈ ચૂક્યો છે. કંપની રૂ. 54ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 71.28 કરોડનું ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. જેમાં ક્યુઆઈબી પોર્શન 2.29 ગણો, એનઆઈઆઈ 103.79 ગણો અને રિટેલ 197.61 ગણો ભરાયો હતો. આવતીકાલે ઈશ્યૂ બંધ થશે.