અમદાવાદ, 19 જાન્યુઆરી: ઇલેક્ટ્રિકલ ઇપીસી સર્વિસિસ કંપની કોન્સ્ટેલેક એન્જિનિયર્સ લિમિટેડનો જાહેર આઇપીઓ શુક્રવાર, 19 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલશે. એન્કર પોર્શન ગુરૂવાર, 18 જાન્યુઆરી, 2024ના રોજ ખૂલ્યો હતો. ઇશ્યૂ મંગળવાર, 23 જાન્યુઆરી, 2024ના રોજ બંધ થશે. કંપની આઇપીઓ દ્વારા આશરે રૂ. 28.70 કરોડ (અપર બેન્ડ) ઊભાં કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. કંપનીએ પ્રતિ શેર રૂ. 66-રૂ. 70 પ્રાઇઝ બેન્ડ નિર્ધિત કર્યો છે તેમજ લોટ સાઇઝ 2,000 શેર્સનો રહેશે.

આઇપીઓમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત ધરાવતા 41 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. માર્કેટ મેકર માટે 2.06 લાખ ઇક્વિટી શેર્સ, એનઆઇઆઇ માટે 5.86 લાખ ઇક્વિટી શેર્સ તેમજ એન્કર રિઝર્વેશન સહિત ક્યુઆઇબી પોર્શન માટે 19.44 લાખ ઇક્વિટી શેર્સ અને રિટેઇલ (આરઆઇઆઇ) પોર્શન માટે 13.64 લાખ ઇક્વિટી શેર્સ અનામત છે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજરઃ બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ તથા સ્કાયલાઇન ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટ્રાર છે.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યો એક નજરેઃ કંપની ઊભા કરાયેલા ભંડોળનો ઉપયોગ લાંબાગાળાના પ્રોજેક્ટ્સ માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ્સની ખરીદી, કાર્યકારી મૂડી ખર્ચ તથા વિવિધ ક્લાયન્ટ્સને કોલેટરલ સિક્યુરિટીઝ પ્રદાન કરવા માટે કરવાનો આશય ધરાવે છે. બાકીના ભંડોળનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ તથા જાહેર ભરણાના ખર્ચ માટે કરાશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસઃ મુંબઇમાં હેડક્વાર્ટર ધરાવતી ઇપીસી કોન્ટ્રાક્ટર ફુલ-સ્કેલ પ્રોજેક્ટ મેનેજમેન્ટ, પ્રોક્યોરમેન્ટ સપોર્ટ તથા સમગ્ર ભારત અને વિદેશોમાં વિવિધ ઇલેક્ટ્રીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્સ્ટ્રુમેન્ટેશન અને ઓટોમેશન પ્રોજેક્ટ્સ માટે વ્યાપક એન્જિનિયરીંગ સેવાઓ ડિલિવર કરે છે. તેની સેવાઓ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઇલ અને ગેસ, રિફાઇનરી, સ્ટીલ, સિમેન્ટ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, હોસ્પિટલ અને હેલ્થ કેર સહિતના વિવિધ ક્ષેત્રોમાં લાગુ પડે છે.

કંપનીના મહત્વના ગ્રાહકોમાં અગ્રણી કંપનીઓ

કંપનીના ક્લાયન્ટ્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ, જેએસડબલ્યુ સ્ટીલ, ઇન્ડિયન ઓઇલ, બીપીસીએલ, એચપીસીએલ, સીપીસીએલ, એમઆરપીએલ, ઇસરો, એસીસી, બીએઆરસી, ડાંગોટે ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, અદાણી, એનટીપીસી, ટાટા સ્ટીલ લિમિટેડ, અદાણી, એનટીપીસી, ટાટા સ્ટીલ લિમિટેડ સહિત અગ્રણી કોર્પોરેટ જૂથો સામેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)