અમદાવાદ, 20 જાન્યુઆરીઃ હીટ વેન્ટિલેશન એર કન્ડિશનિંગ અને રેફ્રિજરેશન ઉદ્યોગ (“HVAC&R”) માટે ફિન અને ટ્યુબ ટાઇપ હીટ એક્સ્ચેન્જરનું ઉત્પાદન કરતી KRN હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડે IPO (ઇનિશિયલ પબ્લિક ઓફર) માટે 16 જાન્યુઆરી, 2024નાં રોજ બજાર નિયમનકાર સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ ઓફરમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતનાં 1,93,05,000 ઇક્વિટી શેર્સ સુધીનાં ફ્રેશ ઇશ્યુનો સમાવેશ થાય છે.

ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્ય એક નજરે

કંપની IPOમાંથી મળનારી ચોખ્ખી રકમનો  ઉપયોગ નીમરાણા, રાજસ્થાન (સૂચિત પ્રોજેક્ટ) ખાતે નવી ઉત્પાદન સુવિધા સ્થાપવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજનરેશન  લિમિટેડ ઉત્પાદિત હિટ એક્સચેન્જર્સ પ્રાથમિક રીતે કોપર અને એલ્યુમિનિયમ જેવાં નોન-ફેરસ મેટલ્સમાંથી બને છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં કન્ડેનસર કોઇલ્સ, ઇવેપોરેટર યુનિટ્સ, ઇવેપોરેટર કોઇલ્સ, હેડર/કોપર પાર્ટ્સ, ફ્લુઇડ એન્ડ સ્ટેમ કોઇલ્સ, શીટ મેટલ પાર્ટ્સનો સમાવેશ થાય છે. સંપૂર્ણ ઉત્પાદન કામગીરી રિકો ઇન્ડસ્ટ્રિલ એરિયા, નિમરાણા, રાજસ્થાનમાં આવેલા બે ઇન્ડસ્ટ્રિયલ પ્લોટમાં આવેલી ઉત્પાદન સુવિધામાં થાય છે. કેઆરએન હીટ એક્સચેન્જર એન્ડ રેફ્રિજરેશન લિમિટેડનું નેતૃત્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંતોષકુમાર યાદવ કરી રહ્યા છે.

બિઝનેસનાં વિસ્તરણ માટે કંપનીએ તેનાં વર્તમાન પોર્ટફોલિયોમાં વેલ્ય-એડેડ પ્રોડક્ટ્સ વધારવા માટે KRN HVAC પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ નામની સંપૂર્ણ માલિકી પેટાકંપની સ્થાપી છે. KRN HVAC પ્રોડક્ટસ પ્રાઇવેટ લિમિટેડ કેટલાંક પ્રકારનાં હીટ એક્સચેન્જર્સનાં ઉત્પાદન પર ફોકસ કરશે, જેનું હાલમાં કંપની દ્વારા ઉત્પાદન નથી થતું. આ પ્રોડક્ટ્સમાં બાર એન્ડ પ્લેટ હીટ એક્સચેન્જર, બ્લોઅર અને મોટર સાથે ઓઇલ કુલિંગ યુનિટ અને રોલ ઇવોપેટરનો સમાવેશ થાય છે. આ ફોરવર્ડ ઇન્ટીગ્રેશન દ્વારા કંપની ડિસ્ટ્રીબ્યુશન અને સેલ્સ ચેનલમાં પ્રવેશવા માંગે છે, જેને પગલે તે હીટ એક્સચેન્જર્સની સંપૂર્ણ પ્રોડક્ટ રેન્જનાં માર્કેટિંગ અને વિતરણ પર અંકુશ રાખી શકશે.

ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજરઃ હોલાની કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)