અમદાવાદ, 30 એપ્રિલ

શુક્રવારના વેપારમાં જોવા મળેલી બેરિશ ડાર્ક ક્લાઉડ કવર પેટર્નની રચનાને ક્રોસ કર્યા પછી બજારની ગતિ મજબૂત બની અને તમામ કી મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ કરવાનું ચાલુ રાખ્યું છે. જે એક પોઝિટિવ ઇન્ડિકેટર છે. નિફ્ટી આગામી સત્રોમાં 22776ની તેની અગાઉની વિક્રમી ઊંચી સપાટી તરફ આગળ વધે તેવી શક્યતા છે અને તેની ઉપર બંધ થવાથી મે શ્રેણીમાં જ ઇન્ડેક્સ 23000 માર્ક તરફ જઈ શકે છે, જેમાં 22500 પર તાત્કાલિક સપોર્ટ અને 22300 પર રોક બોટમ સપોર્ટ હોવાનું ટેકનિકલ નિષ્ણાતોએ જણાવ્યું હતું. .

29 એપ્રિલના રોજ, BSE સેન્સેક્સ 941 પોઈન્ટ અથવા 1.28 ટકા વધીને 74671 પર અને નિફ્ટી 223 પોઈન્ટ અથવા 1 ટકા વધીને 22643 પર પહોંચ્યો હતો અને ડેઇલી ચાર્ટ પર લાંબી બુલિશ કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી હતી.

નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22499- 22448 અને 22366 પોઈન્ટ્સ

નિફ્ટી માટે આગામી અપસાઇડ લેવલ 22,800-22,900ની આસપાસ જોવાનું રહેશે. નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22662-22713 અને 22794 પોઈન્ટ રહેશે.. જ્યારે સપોર્ટ લેવલ્સ 22499- 22448 અને 22366 પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

રિલાયન્સ સિક્યુરિટીઝના ડેઇલી ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22505- 22366 અને રેઝિસ્ટન્સ લેવલ્સ 22719- 22794 પોઇન્ટ્સ ધ્યાનમા રાખવાની સલાહ મળી રહી છે.

બેંક નિફ્ટી ઈન્ડેક્સ માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 49512 -49779 અને 50211 જ્યારે સપોર્ટ લેવલ્સ 48648-48381 અને 47949

ICICI બેન્કના ત્રિમાસિક પરિણામોને પગલે બેન્ક નિફ્ટીએ નોંધપાત્ર બાઉન્સ બેક જોયું છે અને 22655.80ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. બેંકિંગ ઇન્ડેક્સ 1,223 પોઈન્ટ અથવા 2.54 ટકાના વધારા સાથે 49,424ની નવી બંધ ઊંચાઈ પર બંધ રહ્યો હતો. જે 4 ડિસેમ્બર, 2023 પછીનો સૌથી મોટો એક દિવસનો ઉછાળો છે, અને તંદુરસ્ત વોલ્યુમ સાથે દૈનિક ચાર્ટ પર મજબૂત બુલિશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના કરી છે. ટેકનિકલ એનાલિસ્ટ્સની ધારણા મુજબ બેંક નિફ્ટી ઈન્ડેક્સ માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 49512 -49779 અને 50211 જ્યારે સપોર્ટ લેવલ્સ 48648-48381 અને 47949 ધ્યાનમાં રાખવાની સલાહ મળી રહી છે.

FII અને DII ડેટાNSE પર F&O પ્રતિબંધ હેઠળના સ્ટોક્સ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ 29 એપ્રિલે રૂ. 169.09 કરોડના શેર ખરીદ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 29 એપ્રિલના રોજ રૂ. 692.05 કરોડનું રોકાણ કર્યું હતું, NSEના કામચલાઉ ડેટા દર્શાવે છે.NSE એ 30 એપ્રિલની F&O પ્રતિબંધ સૂચિમાં બાયોકોનને ઉમેર્યું છે, જ્યારે વોડાફોન આઈડિયાને આ યાદીમાં જાળવી રાખ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)