મુંબઈ, 11 ડિસેમ્બરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44,786.23 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,040.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.36,737.13 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,860 અને નીચામાં રૂ.61,447ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.203 ઘટી રૂ.61,516ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.62,150 ખૂલી, ઉપરમાં રૂ.62,150 અને નીચામાં રૂ.61,840 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.203 ઘટી રૂ.61,885ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.362 ઘટી રૂ.49,774 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.24 ઘટી રૂ.6,057ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.258 ઘટી રૂ.61,339ના સ્તરે પહોંચ્યો હતો.

સોનાનો વાયદો રૂ.203 અને ચાંદીનો વાયદો રૂ.335 ઘટ્યો

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,539ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,639 અને નીચામાં રૂ.72,125ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.335 ઘટી રૂ.72,183ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.326 ઘટી રૂ.73,340 બોલાઈ રહ્યો  હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.418 ઘટી રૂ.72,262 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.415 ઘટી રૂ.72,280 બોલાઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.8,040 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.36,737 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.719.30ના ભાવે ખૂલી, રૂ.4.75 ઘટી રૂ.717, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.15 ઘટી રૂ.194.50 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.181.90ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.215.50ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.195.20, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 ઘટી રૂ.182.20, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.25 ઘટી રૂ.215.50 થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,975ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,998 અને નીચામાં રૂ.5,876ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.24 ઘટી રૂ.5,911 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.21 ઘટી રૂ.5,918 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.214.60ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.17.10 ઘટી રૂ.200.10 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.17 ઘટી 200.40 થયો હતો.

કોટન-ખાંડીના વાયદાઓમાં મિશ્ર વલણ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.57,200 અને નીચામાં રૂ.56,800ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.400 ઘટી રૂ.56,900ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે કોટન-ખાંડીનો માર્ચ વાયદો રૂ.200 વધી રૂ.58,200ના ભાવ બોલાતા હતા. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 ઘટી રૂ.931.60 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.1,951.21 કરોડનાં 3,167 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.13.50 કરોડનાં 2,701 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.9.52 કરોડનાં 15,666 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.547.86 કરોડનાં 8,913 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.1,486.42 કરોડનાં 6,840 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.800.29 કરોડનાં 22,033 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.580.08 કરોડનાં 80,013 લોટ્સના વેપાર થયા હતા.

ક્રૂડ તેલ રૂ.24 ઢીલું

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.653.31 કરોડનાં 10,986 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.69.15 કરોડનાં 11,598 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,135.17 કરોડનાં 45,053 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.102.71 કરોડનાં 20,438 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.47 કરોડનાં 9 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.4.59 કરોડનાં 136 લોટ્સનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)