મુંબઈ, 20 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,222ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,392 અને નીચામાં રૂ.59,171ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.138 વધી રૂ.59,295ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.34 વધી રૂ.47,862 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.5,918ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.108 વધી રૂ.59,151ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,11,521 સોદાઓમાં કુલ રૂ.21,705.87 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,934.03 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14756.61 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 57,968 સોદાઓમાં રૂ.3,878.22 કરોડનાં કામકાજ થયાં હતાં.

સોનું રૂ.138 સુધર્યું, ચાંદી રૂ.308 નરમઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,321ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,630 અને નીચામાં રૂ.72,046ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.308 ઘટી રૂ.72,138ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.273 ઘટી રૂ.72,172 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.264 ઘટી રૂ.72,170 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં તાંબુ જૂન વાયદો રૂ.728ના ભાવે ખૂલી, રૂ.1.75 વધી રૂ.731.10 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.202.60 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.30 ઘટી રૂ.218ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.95 ઘટી રૂ.202.90 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.183.60 જસત-મિની જૂન વાયદો રૂ.1.45 ઘટી રૂ.217.95 બોલાઈ રહ્યો હતો. MCX ખાતે 10,882 સોદાઓમાં રૂ.1,299.24 કરોડના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,853ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,955 અને નીચામાં રૂ.5,838ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.59 વધી રૂ.5,924 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.56 વધી રૂ.5,923 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.217ના ભાવે ખૂલી, રૂ.1.80 વધી રૂ.220.30 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 1.9 વધી 220.3 બોલાઈ રહ્યો હતો. પર 46,584 સોદાઓમાં રૂ.1,732.77 કરોડનો ધંધો થયો હતો.

મેન્થા તેલ ઢીલું, સોના-ચાંદીના વાયદામાં સામસામા રાહ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,800 અને નીચામાં રૂ.56,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.300 ઘટી રૂ.56,680ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.60 ઘટી રૂ.904.60 બોલાયો હતો. રૂ.23.80 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,934 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14756 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,446.49 કરોડનાં 2,440.001 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,431.73 કરોડનાં 334.847 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.794.42 કરોડનાં 13,43,480 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.938.35 કરોડનાં 4,24,50,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.127.18 કરોડનાં 6,245 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.34.24 કરોડનાં 1,861 ટન તાંબાના વાયદાઓમાં રૂ.813.61 કરોડનાં 11,133 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.324.21 કરોડનાં 14,851 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.13.78 કરોડનાં 2,400 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.10.02 કરોડનાં 109.08 ટનનાં કામકાજ થયાં હતાં.