મુંબઈ, 5 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 49,787 સોદાઓમાં રૂ.3,584.29 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,500 અને નીચામાં રૂ.59,419 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.290 ઘટી રૂ.59,483ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.117 ઘટી રૂ.47,927 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 ઘટી રૂ.5,959ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.209 ઘટી રૂ.59,447ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,58,093 સોદાઓમાં કુલ રૂ.27,700.82 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,578.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 21101.71 કરોડનો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,901ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,901 અને નીચામાં રૂ.71,515 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.303 ઘટી રૂ.71,717 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.314 ઘટી રૂ.71,808 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.316 ઘટી રૂ.71,807 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 8,548 સોદાઓમાં રૂ.,914.72 કરોડના વેપાર થયા હતા. તાંબુ જૂન વાયદો રૂ.713.75ના ભાવે ખૂલી, રૂ.1.95 વધી રૂ.718.05 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.207.35 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.10 ઘટી રૂ.208ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 ઘટી રૂ.207.60 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.182.70 જસત-મિની જૂન વાયદો રૂ.1.15 ઘટી રૂ.208.05 બોલાઈ રહ્યો હતો.

નેચરલ ગેસમાં સુધારો, બુલડેક્સ વાયદામાં રૂ.21 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 56,529 સોદાઓમાં રૂ.2,061.88 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,957ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,102 અને નીચામાં રૂ.5,957 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.149 વધી રૂ.6,065 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.143 વધી રૂ.6,060 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.183ના ભાવે ખૂલી, રૂ.3 વધી રૂ.184.90 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 3 વધી 185.1 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી વાયદામાં રૂ.200ની વૃદ્ધિ, મેન્થા તેલ નરમ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.17.61 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,400 અને નીચામાં રૂ.60,060 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 વધી રૂ.60,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.80 ઘટી રૂ.937.50 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.6,579 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 21101.71 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,954.22 કરોડનાં 3,286.595 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,630.07 કરોડનાં 226.687 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.1,288.44 કરોડનાં 21,30,780 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.773.44 કરોડનાં 4,17,13,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.94.67 કરોડનાં 4,575 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.18.79 કરોડનાં 1,029 ટન તાંબાના વાયદાઓમાં રૂ.563.68 કરોડનાં 7,878 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.237.58 કરોડનાં 11,434 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.11.59 કરોડનાં 1,920 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.6.02 કરોડનાં 64.08 ટનનાં કામકાજ થયાં હતાં.