મુંબઈઃ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 3,17,364 સોદાઓમાં કુલ રૂ.23,649.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 13092.67 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 10497.79 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,429ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,815 અને નીચામાં રૂ.54,350 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.478 વધી રૂ.54,738ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.297 વધી રૂ.43,832 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.5,388ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,955ના ભાવે ખૂલી, રૂ.453 વધી રૂ.54,398ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,776ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,240 અને નીચામાં રૂ.67,358 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 1619 વધી રૂ.69,131 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 1554 વધી રૂ.69,090 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.1,528 વધી રૂ.69,074 બોલાઈ રહ્યો હતો. બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.55 વધી રૂ.210.25 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.1.80 વધી રૂ.272ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.45 વધી રૂ.710.90 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.40 વધી રૂ.186ના ભાવ થયા હતા.

કોટનના વાયદામાં ગાંસડીએ રૂ.250ની તેજીઃ મેન્થા તેલમાં નરમાઈ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.29,950ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.30,270 અને નીચામાં રૂ.29,860 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.250 વધી રૂ.30,090ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.70 ઘટી રૂ.1012.60 થયો હતો.

નેચરલ ગેસ અને ક્રૂડ તેલમાં સામસામાં રાહ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,311ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,371 અને નીચામાં રૂ.6,227 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.12 વધી રૂ.6,319 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.60 ઘટી રૂ.473.50 બોલાઈ રહ્યો હતો.