MCX: સોનાના વાયદામાં રૂ.245 અને ચાંદીમાં રૂ.791ની વૃદ્ધિ
મુંબઈ, 2 નવેમ્દેબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.35,141.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.245ની વૃદ્ધિ સાથે રૂ.61,030ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.791ની વૃદ્ધિ સાથે રૂ.72,089 બોલાઈ રહ્યો હતો. ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.3ના મામૂલી સુધારા સાથે રૂ.6,765ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.140 વધી રૂ.58,480 થયો હતો.
બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 12,22,768 સોદાઓમાં કુલ રૂ.1,08,219.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.23,026.53 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 85173.66 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર 2,04,519 સોદાઓમાં રૂ.13,642.35 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,820ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,164 અને નીચામાં રૂ.60,661 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.155 ઘટી રૂ.60,785ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.25 ઘટી રૂ.49,204 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 ઘટી રૂ.6,025ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની નવેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.122 ઘટી રૂ.60,757ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,325ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,959 અને નીચામાં રૂ.70,880 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.371 ઘટી રૂ.71,298 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.403 ઘટી રૂ.71,339 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.394 ઘટી રૂ.71,348 બંધ થયો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે 24,663 સોદાઓમાં રૂ.2,847.03 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.706.50ના ભાવે ખૂલી, રૂ.0.65 ઘટી રૂ.706.60 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.206.25 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.186ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.15 વધી રૂ.222ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 ઘટી રૂ.206.90 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.185.85 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.2.85 વધી રૂ.222.15 બંધ થયો હતો.
ક્રૂડ તેલમાં મામૂલી સુધારો
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર 1,45,080 સોદાઓમાં રૂ.6,526.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,782ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,955 અને નીચામાં રૂ.6,736 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.20 ઘટી રૂ.6,762 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.20 ઘટી રૂ.6,771 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.299ના ભાવે ખૂલી, રૂ.9.80 ઘટી રૂ.291.40 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 9.4 ઘટી 291.6 બંધ થયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.23,027 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 85173.66 કરોડનું ટર્નઓવર
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે રૂ.11.14 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,260ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,600 અને નીચામાં રૂ.58,060 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.20 વધી રૂ.58,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.80 વધી રૂ.919.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ બુધવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,453.84 કરોડનાં 7,315.837 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.9,188.51 કરોડનાં 1,285.108 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,197.05 કરોડનાં 32,03,500 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.4,328.96 કરોડનાં 14,70,94,250 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.196.45 કરોડનાં 9,495 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.91.21 કરોડનાં 4,919 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,139.87 કરોડનાં 16,083 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.1,419.50 કરોડનાં 63,875 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.04 કરોડનાં 864 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.6.10 કરોડનાં 66.24 ટનનાં કામકાજ થયાં હતાં.