મુંબઈ, 9 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 8,94,186 સોદાઓમાં રૂ.72,094.32 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.62,567ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.65,587 અને નીચામાં રૂ.62,403ના મથાળે અથડાઈ, અંતે રૂ.2,839 વધી રૂ.65,406ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,424 વધી રૂ.51,647 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.273 વધી રૂ.6,410ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,705 વધી રૂ.65,246ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.71,346ના ભાવે ખૂલી, ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.74,565 અને નીચામાં રૂ.71,000ના મથાળે અથડાઈ, અંતે રૂ.3,036 વધી રૂ.74,315ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,940 વધી રૂ.74,302 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.2,900 વધી રૂ.74,286 બંધ થયો હતો.

સ્થાનિક સ્તરે સોનુ રૂ. 2700 અને ચાંદી રૂ. 3000 વધી

સ્થાનિક સ્તરે અમદાવાદ ખાતે છેલ્લા એક સપ્તાહમાં સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ 1 માર્ચે શુક્રવારે રૂ.64800 પ્રતિ 10 ગ્રામના સ્તરેથી રૂ. 2700 ઉછળી ગઈકાલે રૂ. 67500 પ્રતિ 10 ગ્રામ થયો હતો. ચાંદીની કિંમત પણ રૂ. 71000 પ્રતિ કિગ્રા સામે રૂ. 3000 વધી રૂ. 74000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. આગામી સપ્તાહે સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહેવાનો અંદાજ અમદાવાદ મહાજન મંડળના હેમંત સથવારા આપી રહ્યા છે.

નિષ્ણાતોના મતે સોના-ચાંદીમાં તેજી જ તેજી

વૈશ્વિક સ્તરે અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની તીવ્ર શક્યતાઓ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. વૈશ્વિક સ્તરે સોનુ 2186.20 ડોલર પ્રતિ ઔંસ, અને ચાંદી રૂ. 24.52 પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યું છે. અમેરિકાના રોજગારીના આંકડાઓ મજબૂત નોંધાતાં આગામી સમયમાં સોના-ચાંદી સહિત કિંમતી ધાતુઓના ભાવમાં 10 ટકાથી વધુ ઉછાળો જોવા મળી શકે છે.

એમસીએક્સ સોનુ ઝડપથી 66000 થશે

“સોનાના ભાવે તેમની સકારાત્મક ગતિ ચાલુ રાખી છે, નબળા ડોલરના પગલે કોમેક્સ ગોલ્ડને $2150ના માર્કથી ઉપર લઈ જવા ઉત્સાહિત છે. સ્થાનિક બજારમાં, MCX ગોલ્ડ આત્મવિશ્વાસપૂર્વક 65000ના સ્તરને વટાવી ગયું છે, આગળ જોઈએ તો, બજારનું ધ્યાન આગામી યુ.એસ. CPI ડેટા પર શિફ્ટ થાય છે, જે આવતા અઠવાડિયે સોનાના ભાવ માટે મુખ્ય ટ્રિગર બનવા માટે તૈયાર છે. સ્વિંગ ટ્રેડર્સ માટે, નિર્ણાયક સપોર્ટ લેવલ રૂ. 65000 છે. જે બજારમાં મજબૂત રોકાણની તકો દર્શાવે છે.”  – જતિન ત્રિવેદી, વીપી રિસર્ચ એનાલિસ્ટ, એલકેપી સિક્યુરિટીઝ

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)