મુંબઈ, 10 જૂનઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.60,301ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,355 અને નીચામાં રૂ.59,333 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.343 ઘટી રૂ.59,891ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જૂન કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.132 ઘટી રૂ.48,208 અને ગોલ્ડ-પેટલ જૂન કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.35 ઘટી રૂ.5,984ના ભાવે પહોંચ્યો હતો.

સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.355 ઘટી રૂ.59,809ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 2થી 8 જૂન સુધીના સપ્તાહ દરમિયાન 67,32,185 સોદાઓમાં કુલ રૂ.5,26,596.15 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,12,331.62 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.413982.58 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 9,37,333 સોદાઓમાં રૂ.62,630.82 કરોડનાં કામકાજ થયાં હતાં.

ચાંદીમાં રૂ.1,076નો ઉછાળો

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.72,999ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.73,872 અને નીચામાં રૂ.71,188 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,076 વધી રૂ.73,670 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.971 વધી રૂ.73,582 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.990 વધી રૂ.73,602 બંધ થયો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.282 કરોડનાં કામકાજ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન તાંબુ જૂન વાયદો રૂ.718.70ના ભાવે ખૂલી, રૂ.9.10 વધી રૂ.725 જ્યારે એલ્યુમિનિયમ જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.85 ઘટી રૂ.205.65 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.65 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત જૂન કોન્ટ્રેક્ટ રૂ.8.50 વધી રૂ.216ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જૂન વાયદો 1 કિલોદીઠ રૂ.2.80 ઘટી રૂ.205.70 સીસુ-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1.35 વધી રૂ.182.80 જસત-મિની જૂન વાયદો રૂ.8.40 વધી રૂ.215.75 બંધ થયો હતો. MCX ખાતે 99,639 સોદાઓમાં રૂ.11,250.92 કરોડના વેપાર થયા હતા.

ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,817ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,107 અને નીચામાં રૂ.5,714 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.75 વધી રૂ.5,903 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.69 વધી રૂ.5,901 બંધ થયો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.180ના ભાવે ખૂલી, રૂ.12.90 વધી રૂ.192.90 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 12.6 વધી 193 બંધ થયો હતો. MCX પર સપ્તાહ દરમિયાન 10,17,404 સોદાઓમાં રૂ.38,342.82 કરોડનો ધંધો થયો હતો.

કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.300નો ઘટાડો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.59,540ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,400 અને નીચામાં રૂ.58,920 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.300 ઘટી રૂ.59,240ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.45.60 ઘટી રૂ.913.20 બોલાયો હતો. MCX ખાતે રૂ.107.06 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.112332 કરોડ, ઓપ્શન્સમાં રૂ.413982 કરોડ ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.25,222.74 કરોડનાં 42,167.172 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.37,408.08 કરોડનાં 5,164.307 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.19,292.48 કરોડનાં 3,25,19,490 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.19,050.34 કરોડનાં 1,00,96,31,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,278.99 કરોડનાં 62,099 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.294.56 કરોડનાં 16,132 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,784.68 કરોડનાં 94,053 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,892.69 કરોડનાં 1,36,790 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.74.06 કરોડનાં 12,384 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.33 કરોડનાં 356.76 ટનનાં કામકાજ થયાં હતાં.