મુંબઈ, 3 ઓક્ટોબર: મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓAMC) એ મોતીલાલ ઓસવાલ NIFTY 500 ETF શરુ કરવાની જાહેરાત કરી છે. આ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડનો હેતુ રોકાણકારોને ભારતના લિસ્ટેડ બજાર મૂડીકરણના 90%થી વધુમાં રોકાણ કરવાનો છે. ETF 6 ઠ્ઠી ઓક્ટોબરે NSE પર લિસ્ટેડ થવાની અપેક્ષા છે; ટ્રેડિંગ પ્રતીક MONIFTY500 છે.

મોતીલાલ ઓસવાલ NIFTY 500 ETF, NIFTY 500 ઇન્ડેક્સના કુલ વળતરને મળતું/અનુસરણ કરવા માંગે છે, જે બજાર મૂડીકરણના આધારે ટોચની 500 કંપનીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરેલ છે. NIFTY 50 ઇન્ડેક્સની તુલનામાં, NIFTY 500 ઇન્ડેક્સ સારી રીતે વૈવિધ્યસભર છે, અને તેના ટોચના 10 હોલ્ડિંગ્સનો હિસ્સો માત્ર 37% છે, જ્યારે NIFTY 50 ઇન્ડેક્સમાં આ 58% છે. તદુપરાંત, તે 21 ક્ષેત્રોમાં વૈવિધ્યસભર રોકાણ કરવાની તક પુરી પાડે છે, કેટલાક ક્ષેત્રોમાં કાપડ, ગ્રાહક સેવાઓ, મીડિયા અને વન સામગ્રીનો સમાવેશ થાય છે જેનો NIFTY 50 ઇન્ડેક્સમાં સમાવેશ નથી. ઇન્ડેક્સ લાર્જકેપ (75%), મિડકેપ (16%) અને સ્મોલકેપ (9%) નું ઉત્તમ મિશ્રણ આપે છે.

મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટના એમડી નવીન અગરવાલે કહ્યું, આ નવી રજુઆત નિષ્ક્રિય ફંડની અમારી વ્યાપક શ્રેણીને વિસ્તૃત કરે છે અને રોકાણકારોને અમારા વ્યાપક ઇન્ડેક્સ ફંડ્સ અને ETFના પરિવારમાં ઉપયોગી વૃદ્ધિ પ્રદાન કરે છે.ઇટીએફ માટે ન્યૂનતમ અરજીની રકમ રૂ. 500/- અને ત્યારબાદ રૂ. 1/- ના ગુણાકારમાં છે.