મોતીલાલ ઓસવાલ AMC દ્વારા GOLD અને SILVER ETFs FOFs  લોન્ચ

  • આ NFO 26 સપ્ટેમ્બર 2022ના ખૂલી 7 ઓકટોબર, 2022ના બંધ થશે
  • GOLD અને SILVER ETFs FOFsમાં ન્યૂનતમ 500/- અને ત્યારબાદ રૂપિયા 1/-ના ગુણાંકમાં અરજી કરી શકાશે

મુંબઈ: મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (AMOAMC)એ મોતીલાલ ઓસવાલ GOLD અને SILVER ETFsએફઓએફસ બહાર પાડવાની જાહેરાત કરી છે. પ્રારંભ (NFO)માં 70:30ના પ્રમાણમાં વેઈટેજ સાથે દૈનિક વેઈટેજ બજાર આધારિત રહેશે. વધુમાં વધુ 90 ટકા રહેશે અને દર ત્રિમાસિક ધોરણે તેની સમીક્ષા કરાશે. ઊંચા આર્થિક મૂલ્ય તથા વ્યાપક લિક્વિડ હોવાનું ધ્યાનમાં રાખી પ્રારંભમાં GOLDને વધુ વેઈટેજ અપાયું છે. આ ઉપરાંત ચાંદીની સરખામણીએ સોનામાં વધુ સ્થિરતા પણ જોવા મળે છે.  નવીન અગ્રવાલ, એમડી અને સીઈઓ, મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિ. એ જણાવ્યું હતું કે મોતીલાલ ઓસવાલ AMCએ GOLD અને SILVER ETFs FOFs લોન્ચ કર્યું છે. મોતીલાલ ઓસવાલ GOLD અને SILVER ETFsએફઓએફસમાં રોકાણકારો ઓછામાં ઓછા રૂપિયા 500/- અને ત્યારબાદ રૂપિયા 1/-ના ગુણાંકમાં અરજી કરી શકાય છે. આ ઉપરાંત, ETF FOFs માટે ઓછામાં ઓછી રૂપિયા 500/-  તથા ત્યારબાદ રૂપિયા 1/-ના ગુણાંકમાં અરજી કરી શકાય છે.