મુંબઇ: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખરીદીનાં પગલે તેના ભાવ ઉંચકાયા હતા જો કે અન્ય અન્ય કૄષિ કોમોડિટીમાં  એકંદરે ઘટાડો જોવા મળ્યો હતો. જોકે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે  ૮૫૭૨.૪૦ ખુલી સાંજે ૮૫૮૫.૦૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૬૦૩ રૂપિયા ખુલી ઉંચામાં ૮૬૦૩ તથા નીચામાં ૮૬૦૩ રૂપિયા થઇ સાંજે ૮૬૦૩ રૂપિયા બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષ તથા મસાલાના વાયદામાં બેતરફી વધઘટ રહી હતી. ધાણાનાં અમુક વાયદામાં ચારથી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી  ગુવારગમનાં વાયદા કારોબાર ૨૬૬ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૭૭ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે ગુવાર ગમ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર સીડ, કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડાના ભાવ ૭૧૨૬ રૂપિયા ખુલી ૭૧૨૦ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૪૮ રૂપિયા ખુલી ૧૪૪૮ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૩૧૦૦ રૂપિયા ખુલી ૩૦૮૦ રૂપિયા, ધાણા ૭૮૪૦ રૂપિયા ખુલી ૭૬૯૮ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૬૨૯૯ રૂપિયા ખુલી ૬૨૮૩ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૩૪૯૩ રૂપિયા ખુલી ૧૩૫૨૦ રૂપિયા, જીરાનાં ભાવ ૩૪૨૦૦ રૂપિયા ખુલી ૩૪૭૯૫ રૂપિયા, કપાસનાં ભાવ ૧૬૫૦.૦૦ રૂપિયા ખુલી ૧૬૪૫.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૮૦૯૦ ખુલી ૪૮૮૦૦ રૂપિયા અને હળદરનાં ભાવ  ૭૮૩૬  રૂપિયા ખુલી ૭૮૨૦ રૂપિયા બંધ રહ્યા હતા.