મુંબઇ: પાકતી મુદતે બેતરફી અફડાતફડી વચ્ચે આજે કૄષિ કોમોડિટીમાં ઉથલપાથલ જોવા મળી હતી. આજે NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૮૧૧૧.૨૦ ખુલી સાંજે ૮૦૭૩.૧૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૧૦૯ રૂપિયા ખુલી ઉંચામાં ૮૧૦૯ તથા નીચામાં ૮૧૦૯ રૂપિયા થઇ સાંજે ૮૧૦૯ રૂપિયા બંધ રહ્યા હતા.        

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ધાણાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. જ્યારે કપાસિયા ખોળનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. ગુવાર ગમનાં  વાયદા કારોબાર ૧૬૩ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૧૦ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, જીરૂ, કપાસ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  આજે એરંડાના ભાવ ૭૨૫૪ રૂપિયા ખુલી ૭૩૩૪ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૬૩ રૂપિયા ખુલી ૧૪૬૩ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૨૯૨૫ રૂપિયા ખુલી ૩૦૫૧ રૂપિયા, ધાણા ૮૨૧૦ રૂપિયા ખુલી ૮૨૦૮ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૬૦૯૦ રૂપિયા ખુલી ૫૯૯૫ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૮૩૯ રૂપિયા ખુલી ૧૨૭૮૩ રૂપિયા, જીરાનાં ભાવ ૨૭૭૦૦ રૂપિયા ખુલી ૨૮૫૧૫ રૂપિયા, કપાસનાં ભાવ ૧૫૯૪.૦૦ રૂપિયા ખુલી ૧૬૦૯.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૬૦૦૦ ખુલી ૪૬૦૦૦ રૂપિયા અને હળદરનાં ભાવ ૭૪૨૪  રૂપિયા ખુલી ૭૬૫૦ રૂપિયા બંધ રહ્યા હતા.