મુંબઇ: આજે કિસાન દિવસે હાજર બજારોમાં નવેસરથી લેવાલીનાં કારણે વાયદાનાં કારોબારમાં પણ ઉછાળા જોવા મળ્યા હતા. આજે કૄષિ કોમોડિટીના ભાવ વધ્યા  હતા. જો કે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે  ૭૮૧૫.૨૦ ખુલી સાંજે ૭૭૯૩.૨૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૧૩Rs. ખુલી ઉંચામાં ૭૮૧૩ તથા નીચામાં ૭૮૧૩Rs. થઇ સાંજે ૭૮૧૩Rs. બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી જ્યારે ગુવાર ગમનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. જો કે ત્યાર બાદ સાંજે વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. ગુવાર ગમનાં  વાયદા કારોબાર ૩૨૦ કરોડRs.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૪૧૩ કરોડRs.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ,ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ,  જીરૂ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.  આજે એરંડાના ભાવ ૭૦૭૦Rs. ખુલી ૭૧૫૬Rs., દિવેલનાં ભાવ ૧૪૬૧Rs. ખુલી ૧૪૬૧Rs., કપાસિયા ખોળનાં ભાવ ૨૮૫૧Rs. ખુલી ૨૮૮૨Rs., ધાણા ૮૧૫૦Rs. ખુલી ૮૧૯૮Rs. ગુવાર સીડનાં ભાવ ૫૮૭૯Rs. ખુલી ૫૯૦૫Rs. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૨૩૬૦Rs. ખુલી ૧૨૪૦૦Rs., જીરાનાં ભાવ ૨૯૬૫૦Rs. ખુલી ૩૦૦૮૦Rs., કપાસનાં ભાવ ૧૬૧૧.૦૦Rs. ખુલી ૧૫૯૭.૦Rs., સ્ટીલના ભાવ ૪૬૩૭૦ ખુલી ૪૬૯૬૦Rs. અને હળદરનાં ભાવ  ૮૬૬૦ Rs. ખુલી ૮૪૬૪Rs. બંધ રહ્યા હતા.