મુંબઇ, 26 જૂનઃ વિશ્વના સૌથી મોટા ઉત્પાદકોમાંથી એક રશિયામાં રાજકીય અસ્થિરતાની અસર ક્રૂડ તેલના ભાવ પર જોવા મળી હતી. ગયા સપ્તાહના અંતમાં રશિયામાં ગૃહયુદ્ધની સંભાવના જોવા મળી હતી, પરંતુ તે નિષ્ફળ રહી છે. આથી એશિયન બજારોમાં ક્રૂડ તેલના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી હતી. રવિવારે 2300 GMT સુધી બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ વાયદો 95 સેન્ટ્સ અથવા 1.3% વધીને $74.80 પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ બેરલ દીઠ 88 સેન્ટ્સ એટલે કે 1.3% વધીને $70.04 પર હતું. મોસ્કો અને રશિયન ભાડૂતી જૂથ વેગનર વચ્ચેની અથડામણ શનિવારે ટળી હતી. જો કે આ પડકારે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સત્તા પરની પકડ અને રશિયન તેલના પુરવઠામાં સંભવિત વિક્ષેપ અંગેની ચિંતાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

આરબીસી કેપિટલ માર્કેટ્સના વિશ્લેષક હેલિમા ક્રોફ્ટે જણાવ્યું હતું કે પુતિન માર્શલ લો જાહેર કરશે એવી ચિંતા હતી, જે શ્રમિકોને મુખ્ય લોડિંગ બંદરો અને ઉર્જા સુવિધાઓમાં આવતા અટકાવશે. આથી સંભવિતપણે લાખો બેરલની નિકાસ અટકાવશે. અમારી સમજણ છે કે વ્હાઇટ હાઉસ ગઈકાલે મુખ્ય સ્થાનિક અને વિદેશી ઉત્પાદકો સુધી પહોંચવામાં સક્રિયપણે રોકાયેલું હતું. આથી જો સંકટ રશિયન ઉત્પાદનને અસર કરે તો બજારમાં પુરવઠો ખોરવાય નહીં તેના માટે આકસ્મિક યોજના બનાવી શકાય.

અસર મર્યાદિત હોઈ શકે, ફંડામેન્ટલ્સ બદલાયા નથી

ગોલ્ડમૅન સાસના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે રશિયામાં સ્થાનિક અસ્થિરતા પુરવઠામાં વિક્ષેપ તરફ દોરી જશે અથવા ભવિષ્યમાં તેલના પુરવઠા પર મોટી નકારાત્મક અસર કરશે તેવી સંભાવનાને જોતાં બજાર ભાવ થોડો ઊંચો જોઈ શકે છે. જોકે, અસર મર્યાદિત હોઈ શકે છે કારણ કે સ્પોટ ફંડામેન્ટલ્સ બદલાયા નથી, કારણ કે વધેલી અનિશ્ચિતતા નાણાકીય જોખમ સેન્ટિમેન્ટ અથવા તેલની માંગ પર કોઈપણ અસરને સરભર કરી શકે છે તેમ ગોલ્ડમેન સૅશના નિષ્ણાતોએ જણાવ્યું હતું.

ચીનનો આર્થિક વિકાસ બજારની ચાલ નક્કી કરશે

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં વધુ વધારો તેલની માંગમાં ઘટાડો કરી શકે છે તેવી ચિંતાને કારણે બ્રેન્ટ અને WTI બંને ગયા અઠવાડિયે લગભગ 3.6% ઘટ્યા હતા, એવા સમયે જ્યારે ચીનની આર્થિક સુધારણાએ કેટલાંય મહિનાઓની અપેક્ષાથી ઓછો વપરાશ,  ઉત્પાદન બાદ રોકાણકારોને નિરાશ કર્યા છે. ચીનનો આર્થિક વિકાસ કોમોડિટી બજારો, ખાસ કરીને તેલ અને ઔદ્યોગિક ધાતુઓ માટે ખરાબ સ્વપ્ન રહ્યું છે તેમ નિષ્ણાતોનું કહેવું છે.