અમદાવાદ, 29 ડિસેમ્બરઃ શેરબજારમાં ઉંચા વોલ્યૂમ સાથે આજે વોડાફોન આઈડિયાનો શેર 22 ટકા ઉછળ્યો છે. જે બીએસઈ ખાતે 16.22ની વાર્ષિક ટોચે (52 week High) પહોંચ્યો છે. જે 3.11 વાગ્યે 21.30 ટકા ઉછાળા સાથે 16.06 પર ટ્રેડ થઈ રહ્યો હતો. આજે વોડાફોન આઈડિયા લિ.ના શેર (Vodafone Idea Ltd. Share price)માં 2.91 રૂપિયાની વોલેટિલિટી જોવા મળી હતી. માર્કેટ કેપ 77936.18 કરોડ થઈ હતી.

ગત વર્ષે 7.90ના સ્તરે બંધ થયા બાદ આ વર્ષે અત્યારસુધીમાં 105.32 ટકા ઉછળી રૂ. 16.22ની ટોચે પહોંચ્યો છે. 2007માં લિસ્ટેડ વોડાફોન આઈડિયાના શેર 2015માં 203.90ની સર્વોચ્ચ ટોચેથી સતત ઘટ્યા છે. છેલ્લા 3 માસમાં શેર 30 ટકા વધ્યો છે. દેવાંના ભારણ હેઠળની વોડાફોન આઈડિયાના શેરમાં તેજી પાછળનું કારણ કંપનીના પ્રમોટર્સ દ્વારા ઈક્વિટીની ફાળવણી અંગે ચર્ચાઓ છે. કંપનીના મેનેજમેન્ટે ડિસેમ્બર ત્રિમાસિક સુધીમાં પ્રમોટર્સ દ્વારા રૂ. 2000 કરોડના ઈક્વિટી ફાળવણીની પ્રતિબદ્ધતા છે.

Vi તેના બાહ્ય દેવું ચૂકવવામાં ખૂબ જ ઝડપી છે અને પરિણામે, તેની પાસે ઓછામાં ઓછું બાહ્ય ઉધાર બાકી રહ્યું હતું. ટેલિકોમ ઓપરેટરે આ વર્ષે સપ્ટેમ્બરમાં ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT)ને ₹1,701 કરોડની ચુકવણી કરી હતી. મેનેજમેન્ટ 5G રોલઆઉટ માટે વિક્રેતાઓ સાથે પણ વાતચીત કરી રહ્યું છે.

વાયરલેસ માર્કેટ રિપેર (ટેરિફમાં વધારો), IUC શાસનમાં ફેરફાર, SUC ચાર્જીસ, ઓપરેટિંગ લીવરેજ લાભો અને સૌથી અગત્યનું, Ind AS 116 અમલીકરણ દ્વારા સંચાલિત, FY2019-23માં ભારતીય ટેલિકોસના અહેવાલ EBITDA માર્જિનમાં તીવ્ર વધારો થયો છે.

બપોરે 1:30 વાગ્યે, વોડાફોન આઈડિયાના શેરની કિંમત BSE પર 16.16% વધીને ₹15.38 પર ટ્રેડ થઈ રહી હતી.