IPO ખૂલશે4 ડિસેમ્બર
IPO બંધ થશે6 ડિસેમ્બર
ફેસવેલ્યૂરૂ.10
ઇશ્યૂ પ્રાઇસરૂ.70
ઇશ્યૂ સાઇઝરૂ.23.80 કરોડ
લિસ્ટિંગNSE ઇમર્જ

અમદાવાદ, 30 નવેમ્બર: કૃષિ ઉત્પાદોના પ્રોસેસર અને નિકાસકર્તા શીતલ યુનિવર્સલ લિમિટેડનો IPO સોમવારે, 4 ડિસેમ્બર, 2023ના રોજ ખૂલશે અને બુધવાર, 6 ડિસેમ્બર, 2023ના રોજ બંધ થશે. કંપની ઇશ્યૂમાંથી અંદાજે રૂ. 2380 લાખ એકત્ર કરવાની તથા એનએસઇ ઇમર્જ ઉપર લિસ્ટ થવાની યોજના ધરાવે છે. IPOમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમત સાથે પ્રતિ શેર રૂ. 70ની ફિક્સ્ડ પ્રાઇઝ ઉપર 34 લાખ ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ સામેલ છે.

રાજકોટમાં હેડક્વાર્ટર ધરાવતી કંપની મગફળી, તલ, મસાલા અને અનાજ જેવાં કૃષિ ઉત્પાદનોના સોર્સિંગ, પ્રોસેસિંગ અને સપ્લાયમાં સામેલ છે, જેથી પીનટ બટર, બિસ્કિટ, કેક, ચોકલેટ અને ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદકોની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. કંપની બે પેટા કંપની – સોમેશ્વર ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ અને સ્વર ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ છે, જેઓ તેલીબિયા, અનાજ વગેરે જેવી એગ્રી કોમોડિટીઝના પ્રોસેસિંગ અને નિકાસમાં કાર્યરત છે.

ઇશ્યૂના મૂળ હેતુઓ એક નજરે

ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો, કોર્પોરેટના સામાન્ય હેતુઓ અને જાહેર ઇશ્યૂના ખર્ચને પૂર્ણ કરવા માટે કરાશે. આ ઉપરાંત કંપની પ્રોટીન પાઉડર અને કોલડ પ્રેસ એક્સટ્રેક્ટ ઓઇલના ઉત્પાદન સાથે નવી પ્રોડક્ટ્સમાં પણ પ્રવેશ કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે, જેના માટે જરૂરી ઉપકરણોની ખરીદી માટે રૂ. 584 લાખનો ખર્ચ કરવાની યોજના છે. કંપની કાર્યકારી મૂડી માટે રૂ. 1200 લાખનો ખર્ચ કરશે, જેનો ઉપયોગ પ્રોડક્ટની શ્રેણીના વિસ્તરણ, બિઝનેસ વર્ટિકલના વિસ્તાર તથા વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં પ્રવેશવા માટે કરાશે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ

કંપની મગફળી, તલ, મસાલા અને
અનાજ જેવાં કૃષિ ઉત્પાદનોના સોર્સિંગ,
પ્રોસેસિંગ અને પેકેજિંગમાં સામેલ છે,
જેથી પીનટ બટર, બિસ્કિટ, કેક,
ચોકલેટ અને ફૂડ પ્રોડક્ટ્સના
ઉત્પાદકોની જરૂરિયાતો
પૂર્ણ કરી શકાય
ડિફેટેડ પ્રોટીન પાઉડર (ડ્રાય  પાઉડર)
અને કાચી મગફળી, બદામ, કાજૂ અને
તેલીબિયામાંથી એક્સટ્રેક્ટ કોલ્ડ પ્રેસ
ઓઇલ માટે ઉત્પાદન સુવિધા સ્થાપિત
કરવાની યોજના, જે વેગન ફૂડ તરીકે
ઓળખાય છે.
બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ
પ્રાઇવેટ લિમિટેડ ઇશ્યૂના લીડ
મેનેજર છે. બિગશેર સર્વિસ
ઇશ્યૂના રજીસ્ટ્રાર
ઇશ્યૂમાંથી એકત્રિત ભંડોળનો ઉપયોગ
નવી પ્રોડક્ટ્સમાં પ્રવેશવા માટે જરૂરી
ઉપકરણો અને મશીનરીની ખરીદી
માટે કરવાની યોજના

શીતલ યુનિવર્સલ લિમિટેડ જામનગર જિલ્લામાં હરીપર ખંઢેરા ખાતે ઉત્પાદન અને પ્રોસેસિંગ સુવિધાનું સંચાલન કરે છે, જે 6,000 ચોરસ મીટરના બાંધકામ વિસ્તાર સાથે 14,568 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે. આ સુવિધા પ્રક્રિયાના દરેક તબક્કે ગુણવત્તા નિયંત્રણ કાર્યપદ્ધતિનું કડકાઇથી અમલ કરે છે, જેથી ગ્રાહકોની જરૂરિયાત મૂજબ ફિનિશ્ડ પ્રોડક્ટ્સ સુનિશ્ચિત કરી શકાય. કંપની રશિયન ફેડરેશન, ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ, યુએઇ, ઇરાન, અલ્ગેરિયા, ઇઝરાયલ, તુર્કી અને ઇજિપ્ત સહિતના દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.

કંપનીની યોજનાઓ વિશે પ્રતિક્રિયા આપતાં શીતલ યુનિવર્સલ લિમિટેડના સંસ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટરહિરેન વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમે ઘરેલુ અને નિકાસ બજારો માટે ડિફેટેડ પ્રોટીન પાઉડર અને એક્સટ્રેક્ટ કોલ્ડ પ્રેસ ઓઇલના ઉત્પાદન માટે પર્યાપ્ત ઉપકરણો સાથે ઉત્પાદન સુવિધા સ્થાપીને મૂલ્યવર્ધન સાથે ફોરવર્ડ ઇન્ટિગ્રેશનનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની કુલ આવક વધીને રૂ. 131.65 કરોડ થઇ છે, જે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 39.84 કરોડથી વધુ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 1.98 કરોડનો પીએટી નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2021-22ના રૂ. 28.31 લાખથી વધુ છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં કંપનીની કુલ આવક રૂ. 56.75 કરોડ સાથે પીએટી રૂ. 1.88 કરોડ નોંધાયો છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)