અમદાવાદ, 23 નવેમ્બરઃ આવતીકાલે બંધ થનારા ચાર આઈપીઓમાં રોકાણકારોએ ફેડ બેન્ક સિવાય 3 આઈપીઓને રોકાણકારોએ આકર્ષક પ્રતિસાદ આપ્યો છે. ફેડ બેન્કનો આઈપીઓ આજે બીજા દિવસને અંતે 92 ટકા ભરાઈ ચૂક્યો છે. જ્યારે ટાટા ટેક્નોલોજીસ અને ગાંધાર રિફાઈનરીનો આઈપીઓ 15 ગણો ભકાયો છે. જ્યારે ફ્લેર રાઈટિંગનો આઈપીઓ 6.46 ગણો ભરાયો હતો.

ગ્રે માર્કેટમાં પ્રીમિયમ વધ્યા

આ સપ્તાહે યોજાયેલા પાંચ આઈપીઓ ઈશ્યૂએ ગ્રે માર્કેટમાં ધૂમ મચાવી હતી. જેમાં ટાટા ટેક્નોલોજીસના આઈપીઓ માટે સૌથી વધુ 375 રૂપિયા પ્રીમિયમ બોલાઈ રહ્યા હતા. જ્યારે ગાંધાર ઓઈલ માટે રૂ. 70, ફ્લેર રાઈટિંગના આઈપીઓ પર રૂ. 60 અને ફેડબેન્કના આઈપીઓ માટે રૂ. 5 ગ્રે પ્રીમિયમ ચાલી રહ્યા છે. જેને જોતાં તમામ આઈપીઓના પ્રીમિયમે લિસ્ટિંગ થવાની શક્યતાઓ બ્રોકરેજ હાઉસ વ્યક્ત કરી રહ્યા છે.

આ ચારેય આઈપીઓમાં સબ્સ્ક્રિપ્શન આવતીકાલે બંધ થશે. જેના શેર એલોટમેન્ટ 30 નવેમ્બરે અને લિસ્ટિંગ 5 ડિસેમ્બરે થશે. મોટાભાગના બ્રોકરેજ હાઉસ અને નિષ્ણાતોએ આ ચારેય આઈપીઓ પ્રત્યે પોઝિટીવ વલણ દર્શાવ્યું છે.

સબ્સ્ક્રિપ્શન એક નજરે

ટાટા ટેક્નોલોજીસ આઈપીઓ

કેટેગરીસબ્સ્ક્રિપ્શન
ક્યુઆઈબી8.55
એનઆઈઆઈ31.11
રિટેલ11.37
એમ્પ્લોયી2.41
અન્ય20.26
કુલ14.98

ગાંધાર ઓઈલ રિફાઈનરી

કેટેગરીસબ્સ્ક્રિપ્શન
ક્યુઆઈબી3.14
એનઆઈઆઈ27.18
રિટેલ18.03
કુલ15.74

ફ્લેર રાઈટિંગ આઈપીઓ

કેટેગરીસબ્સ્ક્રિપ્શન
ક્યુઆઈબી1.43
એનઆઈઆઈ10.61
રિટેલ7.56
કુલ6.46

ફેડબેન્ક આઈપીઓ

કેટેગરીસબ્સ્ક્રિપ્શન
ક્યુઆઈબી0.56
એનઆઈઆઈ0.54
રિટેલ1.30
એમ્પ્લોયી0.78
કુલ0.92