TECHNICAL VIEW: bullish candle on NIFTY daily chart
TECHNICAL VIEW| નિફ્ટીમાં બુલિશ કેન્ડલ 15,800નું લેવલ મહત્વનું
નિફ્ટીએ મંગળવારે 179 પોઇન્ટના જમ્પ સાથે 16000 નજીકનું લેવલ દર્શાવ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ તેમજ ગેપઅપ ક્લોઝિંગ આપ્યું છે. સાથે સાથે હાયર ટોપ હાયર બોટમની રચના અને ડેઇલી ચાર્ટ ઉપર બુલિશ કેન્ડલ રચી છે. જો અને તો થિયરી અનુસાર નિફ્ટીએ સળંગ 3 દિવસ સુધી 15850 પોઇન્ટની મહત્વની સાયકોલોજીકલ તેમજ ટેકાની સપાટી જાળવી રાખવી જરૂરી બને છે. ઉપરની ચાલ માટે 16172 પોઇન્ટની સપાટી નજીકની રેઝિસ્ટન્સ ગણાવી શકાય. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 1.9 ટકા વધ્યો અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સ અડધા ટકા વધ્યો છે, જ્યારે NSE પર 823 ઘટેલા શેર્સની સામે 1,111 શેરમાં સુધારો નોંધાયો છે.
નિફ્ટી-50 15,818 પોઇન્ટની સપાટીએ ખુલ્યો હતો અને વોલેટિલિટીની વચ્ચે ધીમે ધીમે 16,011ની ઇન્ટ્રાડે હાઈ નોંધાવ્યું હતું અને છેલ્લે 179 પોઈન્ટ વધીને 15,990 પર બંધ રહ્યો છે. જે 10 જૂન પછીની સૌથી ઊંચી સપાટી છે. આવા સંજોગોમાં, રેલી તેના 200-દિવસના EMA તરફ વિસ્તરશે જેનું મૂલ્ય 16,550 સ્તરની આસપાસ ગણાવી શકાય. જો કે, ડાઉન સ્લોપિંગ ટ્રેન્ડલાઇનમાં 16,100 લેવલની પ્રતિકારક સપાટીને ધ્યાનમાં રાખવાની રહેશે. ડાઉનસાઇડ્સ પર, 15,800 ટૂંકાગાળાના નિર્ણાયક સપોર્ટ તરીકે ગણાવી શકાય.
રોકાણકારોની મૂડીમાં રૂ. 3.03 લાખ કરોડની વૃદ્ધિઃ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ
કુલ ટ્રેડેડ 3436 | સુધર્યા 1751 | ઘટ્યા 1556 |
સેન્સેક્સ (30) | સુધર્યા 25 | ઘટ્યા 5 |
બીએસઇ સેન્સેક્સ મંગળવારે 616.62 પોઇન્ટના ઉછાળા સાથે 53750.97 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે ફર્સ્ટ હાફમાં એક તબક્કે સેન્સેક્સ 37 પોઇન્ટ પોઝિટિવ ખૂલ્યા બાદ સુધારો સંકોચાઇ માત્ર 9 પોઇન્ટ થઇ જતાં નબળાં ટ્રેડર્સ વેચવા દોડ્યા હતા. પરંતુ સેકન્ડ હાફમાં ઇન્ટ્રા-ડે 685 પોઇન્ટનો ઉછાળો નોંધાવ્યા પછી 616.62 પોઇન્ટનો સુધારો જાળવી રાખ્યો હતો. જેના કારણે રોકાણકારોની મૂડીમાં રૂ. 3.03 લાખ કરોડનો આકર્ષક વધારો થયો છે.
બે ટકાથી વધુ ઉછાળો નોંધાવનારા ઇન્ડાઇસિસ
એફએમસીજી 2.45 | ઓટો 2.73 |
કન્ઝ્યુ. ડ્યુરે 2.42 | રિયાલ્ટી 2.39 |
માર્કેટ મોમેન્ટમને મજબૂત બનાવનારા ફેક્ટર્સ
યુરોપિયન શેરબજારોમાં બે ટકા આસપાસનો ઉછાળો | ક્રૂડમાં દિવસમાં 9 ડોલરનો ઘટાડોઃ 102.77 ડોલર |
વિવિધ સેક્ટોરલ્સમાં બે ટકા ઉપરાંત ઉછાળો | VIX(વોલેટિલિટીઇન્ડેક્સઇન્ડિયા) 2.5% ઘટી 20.27 |
ઇન્વેસ્ટર કેટેગરી વાઇઝ ટર્નઓવર
કેટેગરી | +/- (રૂ. કરોડ) |
એફપીઆઇ | -330.13 |
ડીઆઇઆઇ | +1464.33 |
ક્લાયન્ટ | -171.98 |
એનઆરઆઇ | -1.21 |
પ્રોપરાઇટરી | +81.89 |