એનએફઓ 13મી ફેબ્રુઆરીએ ખુલશે અને 27મી ફેબ્રુઆરીએ બંધ થશે

મુંબઈ, 14 ફેબ્રુઆરી: યુનિયન એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઈવેટ લિમિટેડ (યુનિયન એએમસી),યુનિયન મ્યુચ્યુઅલ ફંડના ઈન્વેસ્ટમેન્ટ મેનેજરે બિઝનેસ સાયકલ ફંડ લોંચ કરવાની જાહેરાત કરી છે, જે બિઝનેસ સાયકલ્સ-આધારિત ઈન્વેસ્ટીંગ થીમની ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. આ સ્કીમનો એનએફઓ 13મી ફેબ્રુઆરી,2024ના રોજ ખુલશે અને 27મી ફેબ્રુઆરી,2024ના રોજ બંધ થશે. આ સ્કીમ અગ્રણી સેક્ટર (બ્રોડર માર્કેટમાં શ્રેષ્ઠ દેખાવ કરી રહેલા સેક્ટર) અને નબળો દેખાવ કરી રહેલા (બ્રોડર માર્કેટમાં  અંડરપર્ફોમિંગ સેક્ટર) વચ્ચે એક્ટિટ એગ્રેસિવ એલોકેશન પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ ધરાવે છે,જે અર્થતંત્રમાં બિઝનેસ સાયકલના તબક્કા આધારિત છે.

યુનિયન એએમસી ખાતેના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર હર્ષદ પટવર્ધને જણાવ્યું કે, એક પ્રોફેશનલ મની મેનેજર જ સાતત્યપૂર્ણ પર્ફોમન્સનું સર્જન કરવા પર ધ્યાન આપતા હોય છે, બજારો ચક્રિય વલણને અપનાવવા અને લાંબા ગાળાની અવધિને નાની શરતોની શ્રૃખલા તરીકે ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે, ‘આપણે આ ચક્રમાં ક્યાં છીએ’ તે પ્રમાણે પોર્ટફોલિયોની સ્થિતિને એડજસ્ટ કરવા સાથે પોઝીશનથી પરિચિત કરી ખર્ચને ઓછો કરવા અને વળતરને અનૂકૂળ કરવામાં મદદ મળે છે.

આ સ્કીમમાં લઘુત્તમ રોકાણ રૂપિયા 1,000 છે અને ત્યારબાદ રૂપિયા 1ના ગુણાંકમાં છે, તથા એલોટમેન્ટ તારીખથી 1 વર્ષે અથવા તે અગાઉ યુનિટ રિડીમ/સ્વીચ આઉટ કરવામાં આવશે તો 1% એક્ઝિટ લોડ છે. આ સ્કીમ સ્કીમ કોમન પોર્ટફોલિયોમાં ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાનની ઓફર કરવામાં આવી છે, અને દરેક પ્લાન અંતર્ગત આ સ્કીમ ગ્રોથ ઓપ્શન તથા ઈન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ કેપિટલ વિડ્રોવલ (આઈડીસીડબ્લ્યુ) ઓપ્શનની ઓફર રજૂ કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)