સ્વાતંત્ર્ય માટે સહકાર
મહિલા મંડળીએ સ્ટેશનરી બનાવીને હાંસલ કરી નાણા સ્વતંત્રતા
ગીતાંજલિ સ્ટેશનરી કોઓપરેટિવ
1995માં સ્થપાયેલી, ગીતાંજલિ કોઓપરેટિવ અગાઉ ગુજરાતમાં ઘરે ઘરેથી કચરો એકત્ર કરવાનું કામ કરતી હતી. આ સહકારી મંડળીએ સ્વરોજગાર મેળવતી કચરો રિસાયકલ કરનારી મહિલાઓને આવકનો સ્ત્રોત પૂરો પાડ્યો છે. વર્ષ 2008માં, વૈશ્વિક નાણાકીય મંદીએ કચરાના રિસાયક્લિંગ ઉદ્યોગ પર નકારાત્મક અસર કરી. મંદી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કચરાના રિસાયક્લિંગના ખાનગીકરણને કારણે કચરાનું રિસાયકલ કરતી મહિલાઓ ટકી રહેવા માટે મદદરૂપ થતી આવકના સાધન વિના રહી ગઈ.
આ મહિલાઓ માટે કામ ઉપજાવાની જરૂરિયાતમાંથી જન્મેલા, ગીતાંજલિ સ્ટેશનરી કોઓપરેટિવની રચના 2009માં કરવામાં આવી હતી. તેના સભ્યોને રિસાયકલ કરેલ સામગ્રીમાંથી ઈકો-ફ્રેન્ડલી સ્ટેશનરી/પેપર પ્રોડક્ટ્સ જેમ કે ફાઇલો, પેપર બેગ્સ, નોટબુક વગેરે બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આ સામગ્રીઓ કચરો રિસાયકલ કરતા સભ્યો દ્વારા એકત્રિત કરવામાં આવે છે. આજે, સેલ્ફ-એમ્પ્લોયડ વિમેન્સ એસોસિએશન (SEWA) ના સમર્થન દ્વારા આ સહકારી મંડળીતેના ઉત્પાદનો બહુરાષ્ટ્રીય કંપનીઓને સપ્લાય કરી રહી છે !
સહકારી મંડળીનો હેતુ
ગીતાંજલિ સ્ટેશનરી કોઓપરેટિવનો ઉદ્દેશ્ય કચરાનું રિસાયકલ કરતી મહિલાઓને યોગ્ય આજીવિકા, તેમના કામમાં ગૌરવની ભાવના, સુરક્ષિત કાર્યકારી વાતાવરણ (કચરાના રિસાયક્લિંગના વ્યવસાયિક જોખમોને ધ્યાનમાં રાખીને) અને તેમના જીવનધોરણને સુધારવા માટે આવકનો અવિરત સ્ત્રોત પૂરો પાડવાનો છે. સહકારી મંડળી તેના સભ્યોની કુશળતાને વિકસાવે છે અને પર્યાવરણીય સુરક્ષામાં ફાળો આપે છે (તમામ સ્ટેશનરી ઉત્પાદનો રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બનાવવામાં આવે છે).
સહકારી મંડળીની અસર
આટલા વર્ષો દરમિયાન 700 થી વધુ સભ્યો અને તેમના પરિવારોને આ પહેલનો લાભ મળ્યો છે. તેના સભ્યોએ બજારમાં સીધી સ્પર્ધા કરવા માટે જરૂરી તાલીમ અને સંસાધનો મેળવ્યા છે. 2018 માં, ડોઇશ બેંકે ગીતાંજલિ સ્ટેશનરી કોઓપરેટિવ અને અન્ય પ્રોજેક્ટ્સને ટેકો આપવા માટે SEWA સાથે ભાગીદારી કરી હતી
આ ભાગીદારીએ આ મહિલાઓને નિર્ણયાત્મક બનાવીને સહકારી સભ્યોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે – તેમની આવકનું સ્તર વધ્યું છે; તેઓ તેમના પરિવારોને આર્થિક રીતે યોગદાન આપી શકે છે અને ભવિષ્ય માટે નાણાં બચાવી શકે છે. તેમની આવકના સ્તરમાં વૃદ્ધિ સાથે, તેઓ ઉચ્ચ સ્તરનો વ્યક્તિગત અને નાણાકીય સ્વતંત્રતાના અનુભવ કરે છે.
ગીતાંજલિ યોગ્ય કલાકો, સલામત વાતાવરણ અને નિયમિત આવક સાથે રોજગાર દ્વારા ‘ગ્રીન લાઇવલીહુડ’ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આનાથી સભ્યોના કામની નિયમિતતા અને ગુણવત્તા વધી છે. જે મહિલાઓ અનૌપચારિક નોકરી કરતી હતી તેઓ હવે નિશ્ચિત કલાકો અને વહેંચાયેલ ઉત્પાદન લક્ષ્યો સાથે કામના ઔપચારિક વાતાવરણમાં અનુકૂળ થઈ ગઈ છે!
SEWA ની આગલી પહેલ પર્યાવરણીય સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવાના તેના પ્રયત્નો સાથે, SEWA નકામા ફૂલોની ધૂપસળીઓ (અગરબત્તી) બનાવીને આજીવિકાની અન્ય તક સર્જવાનો ઉદ્દેશ્ય ધરાવે છે . આ પ્રોજેક્ટ, જે હાલમાં પ્રારંભિક તબક્કે છે, અનૌપચારિક ક્ષેત્રોમાં કામ કરતી મહિલાઓને નકામા ફૂલો (બજાર અને ધાર્મિક સ્થળોમાંથી એકત્રિત) માંથી અગરબત્તીઓ બનાવવાની તાલીમ આપવાનો હેતુ છે. આ પ્રોજેક્ટ અમદાવાદની બહારનો છે અને કચરાનું રિસાયકલ કરતી મહિલા , અગરબત્તી ઉત્પાદકો અને શેરી વિક્રેતાઓને આવકનો સ્થિર સ્ત્રોત પૂરો પાડવાની અને તેમના જીવનધોરણમાં સુધારો કરવાની આશા રાખે છે.