અમદાવાદ, 4 નવેમ્બરઃ ભારતીય શેરબજારોમાં નવા વર્ષના મુહુર્તના સોદા પછીના સોમવારના સોદાઓમાં ભારે વેચવાલીના પ્રેશર વચ્ચે બ્લડ બાથની સ્થિતિ જોવા મળી હતી. તેના કારણે બપોરે 2 વાગ્યા આસપાસ BSE સેન્સેક્સ 1,177 પોઈન્ટ્સ અથવા 1.48 ટકા ઘટીને 78,546 પર હતો, જ્યારે નિફ્ટી 50 389 પોઈન્ટ્સ અથવા 1.6 ટકાના ઘટાડા સાથે 23,914 આસપાસ રમતો હતો. આ ઘટાડાના પગલે રોકાણકારોની મૂડીનું પ્રતિબિંબ દર્શાવતા બીએસઇ મારેક્ટકેપમાં રૂ. 7.37 લાખ કરોડનો ઘટાડો થયો હતો. BSE-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 7,37,744.54 કરોડ ઘટીને રૂ. 4,40,72,863.01 કરોડ ($5.24 ટ્રિલિયન) થયું છે.

બીએસઈ સેન્સેક્સ પર, માત્ર ચાર શેરો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (2.50 ટકા નીચે), ટેક મહિન્દ્રા, એચસીએલટેક અને ઇન્ડસઇન્ડ બેંક સુધારા તરફી હતા, જ્યારે સન ફાર્મા, ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી પોર્ટ્સ અને ટાટા મોટર્સમાં નોંધપાત્ર ઘટાડાની ચાલ રહી હતી.

તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જેમાં મીડિયા ઈન્ડેક્સ સૌથી વધુ લુઝર તરીકે ઉભરી આવ્યો હતો. તે 1.72 ટકા નીચે હતો, ત્યારબાદ તેલ અને ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સૂચકાંકો હતા. નિફ્ટી બેન્ક 0.55 ટકા અને ફાઇનાન્સિયલ સર્વિસ ઇન્ડેક્સ 0.67 ટકા ડાઉન હતો. નિફ્ટી સ્મોલકેપ 100 1.13 ટકા અને નિફ્ટી મિડકેપ 100 0.73 ટકાના ઘટાડા સાથે વ્યાપક બજારો પણ મ્યૂટ થઈ ગયા હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)