સેબીની એપ્રૂવલ સાથે રૂ. 84000 કરોડના 54 આઇપીઓ પાઇપલાઇનમાં

33 કંપનીઓ રૂ. 57000 કરોડ એકત્ર કરવા સેબીની મંજૂરીની રાહમાં

અમદાવાદઃ કેલેન્ડર વર્ષ 2022નું વર્ષ આઇપીઓ અને લિસ્ટિંગ બન્ને માટે મિક્સ ફળ આપનારું પૂરવાર થયું છે. ત્યારે નવા કેલેન્ડર વર્ષમાં સેબીની મંજૂરી મેળવીને રૂ. 84000 કરોડ એકત્ર કરવા માટે 54 કંપનીઓ રાહ જોઇ રહી છે. જ્યારે 33 કંપનીઓ રૂ. 57000 કરોડના આઇપીઓ યોજવા માટે સેબીની મંજૂરી મળે તેની રાહ જોઇ રહી છે. ટૂંકમાં કુલ 87 કંપનીઓ રૂ. 141000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

પ્રાઇમડેટાબેઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ હલ્દિયાના જણાવ્યા અનુસાર 2022ના છેલ્લા બે માસમાં જોવા મળેલા ટ્રેન્ડ મુજબ જ નાની સાઇઝના આઇપીઓ માટેનું રોકાણકારોનું આકર્ષણ વિશેષ રહે તેવી શક્યતા છે. જોકે, લાર્જ સાઇઝ આઇપીઓ માટે એફપીઆઇ ફ્લો વધે તેની વાટ જોવાઇ રહી છે.

SME IPOsની 2022 અને 2021ની સ્થિતિ એક નજરે

2022માં 109 એસએમઇ આઇપીઓ મારફત રૂ. 1874 કરોડ એકત્ર કરાયા

તેની સામે 2021માં 59 આઇપીઓ મારફત રૂ. 746 કરોડ એકત્ર થયા હતા

પ્રમોટર્સ હોલ્ડિંગના ઓફર ફોર સેલમાં જંગી ઘટાડો નોંધાયો

વર્ષ દરમિયાન સ્ટોક એક્સચેન્જ મારફત ઓફર ફોર સેલનું પ્રમાણ 2021માં રૂ. 22912 કરોડનું હતું. તે 2022માં ઘટી રૂ. 11269 કરોડનું થયું છે. પ્રાઇમરી માર્કેટમાંથી એકત્ર ફંડ્સમાં ઓએફએસનો હિસ્સો 12 ટકા રહ્યો હતો.

એફપીઓમાં રૂચિ સોયા ન્યૂઝ મેકર બની

એફપીઓના મુદ્દે 2022માં રૂચિ સોયા ઇન્ડસ્ટ્રીઝે રૂ. 4300 કરોડ એકત્ર કરવા સાથે ન્યૂઝ મેકર બની હતી. રૂ. 90990 કરોડના કુલ ઇક્વિટી એકત્રિકરણમાં ફ્રેશ કેપિટલનો હિસ્સો રૂ. 34259 કરોડ (38 ટકા) રહ્યો હતો. બાકીનો હિસ્સો ઓફર ફોર સેલનો રૂ. 56736 કરોડનો રહ્યો હતો.

રાઇટ્સ ઇશ્યૂ મારફત એકત્રિત રકમ 85 ટકા ઘટી રૂ. 4053 કરોડ (રૂ. 27771 કરોડ)

રૂ. 1200 કરોડના રાઇટ્સ ઇશ્યૂ સાથે સુઝલોન એનર્જી ટોચના સ્થાને રહી હતી

પબ્લિક બોન્ડ્સ મારફત 27 ઇશ્યૂઓ દ્વારા રૂ. 15262 કરોડ એકત્ર કરાયા

Source: primedatabase.com