ટાટા ટેકનો, પોલિમેક ઇલેક્ટ્રોનિક્સ, ફ્લેર રાઇટિંગ અને જ્યોતિ સીએનસી જેવી પ્રચલિત કંપનીઓના આઇપીઓ છે પાઇપલાઇનમાં

DateTitle
Oct 4Polymatech
Electronics
Oct 3Indo Farm
Equipment
Oct 3Popular Vehicles
Oct 3Tata Technologies
Addendum DRHP
Oct 3Exicom Tele- Systems
Oct 3Vibhor Steel Tubes
Oct 3Azad Engineering
Oct 3Saraswati Saree Depot
Oct 3Capital Small
Finance Bank
Oct 3Juniper Hotels
Oct 3Agilius Diagostics
Sep 22C P S SHAPERS
Sep 22KAHAN PACKAGING
Sep 22KUNDAN EDIFICE
Sep 22CELLECOR GADGETS
Sep 18Entero Healthcare
Solutions
Sep 15Flair Writing Industries-
Addendum DRHP
Sep 13Innova Captab-
Addendum DRHP
Sep 12Indian Renewable
Energy Development
Sep 6Stanley Lifestyles
Sep 5Jyoti CNC Automation
Sep 4Arkade  Developers
(સ્રોતઃ સેબી)

અમદાવાદ, 4 ઓક્ટોબરઃ પ્રાઇમરી માર્કેટમાં તેજીનો જુવાળ ચાલી રહ્યો છે. ચાલુ કેલેન્ડર વર્ષના સપ્ટેમ્બર માસના અંત સુધીમાં 34 IPOએ રૂ. 26932.91 કરોડનું ફંડ એકત્ર કર્યું છે. અને 23 કંપનીઓ સેબી સમક્ષ સપ્ટેમ્બર- ઓક્ટોબર દરમિયાન DRHP ફાઇલ કરી ચૂકી છે. તે સંજોગોમાં આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો કેલેન્ડર વર્ષ 2023માં અત્યારસુધીમાં યોજાયેલા IPOની સંખ્યા 2022ના 22 કરતાં વધુ છે. પરંતુ ફંડ એકત્રિકરણ 2022માં 43275.68 કરોડ થયું હતું. તે જોતાં IPO દ્વારા એકત્રિત ફંડની દ્રષ્ટિએ જોઇએ તો નાના ગજાની કંપનીઓ વધુ સંખ્યામાં માર્કેટમાં પ્રવેશી રહી છે કે જેઓ એસએમઇ પ્લેટફોર્મ પ્રિફર નથી કરી રહી.

જે રીતે ક્રિકેટમાં વર્લ્ડકપનો ક્રેઝ જામી રહ્યો છે તે રીતે પ્રાઇમરી માર્કેટમાં આઇપીઓ, રાઇટ્સ ઇશ્યૂઓ તેમજ બોન્ડ ઇશ્યૂઓની વણઝાર જામી રહી છે. મોટાભાગની કંપનીઓ ક્રિકેટમાં બેટ્સમેન જે રીતે રનના ઢગલાં કરવા ઇચ્છે તેમ પોતાના આઇપીઓમાં વધુ સબસ્ક્રિપ્શન મેળવવાની હોડમાં લાગેલી છે.

70થી વધુ કંપનીઓ આઈપીઓ મારફત અંદાજિત 1 લાખ કરોડનું ફંડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. જેમાં રૂ. 38 હજાર કરોડના 28 આઈપીઓએ સેબીની મંજૂરી મેળવી લીધી છે. જ્યારે બાકીના રૂ. 44 હજાર કરોડના 41 આઈપીઓ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ આઈપીઓ લાવવા માટે ડ્રાફ્ટ ફાઈલિંગની પ્રક્રિયા જારી હોવાનું પ્રાઈમડેટાબેઝના આંકડાઓ પરથી જાણવા મળ્યું છે. જેને ધ્યાનમાં લેતાં કુલ 1 લાખ કરોડના આઈપીઓ આગામી છ માસમાં યોજાય તેવી શક્યતા છે.

3 કેલેન્ડર વર્ષના 9 માસમાં યોજાયેલા IPOની સંખ્યા અને એકત્રિત રકમ

9 માસસંખ્યારૂ. કરોડ
SEPT201017965
SEPT214166975
SEPT222043276
SEPT233426933
(સ્રોતઃ પ્રાઇમ ડેટાબેઝ)

પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સે રૂ. 750 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 5 ઓક્ટોબર: ભારતના પ્રથમ ઓપ્ટો-સેમીકંડક્ટર ચિપ્સ નિર્માતા પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સે સેબી સાથે તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપનીની ઓફરમાં બુક બિલ્ડિંગ રૂટ દ્વારા રૂ. 750 કરોડ સુધીના ઇશ્યૂ સાઇઝમાં ઇક્વિટી  શેર્સના ફ્રેશ ઇશ્યૂ (પ્રતિ શેર મૂળ કિંમત રૂ. 10) સામેલ છે. તેમાં ઓફર ફોર સેલ નથી.

ચેન્નઇમાં હેડક્વાર્ટર ધરાવતી પોલીમેટેકે નવીનતમ યુરોપિયન અને જાપાનિઝ ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં વર્ષ 2019માં ઓપ્ટો-સેમીકંડક્ટર ચિપની ડિઝાઇન અને ઉત્પાદન સાથે તેની સફર શરૂ કરી હતી. કંપનીનું નેતૃત્વ મેનેજિંગ ડાયરેક્ટર ઇશ્વરા રાવ નંદમ કરી રહ્યાં છે. કંપની ઓપ્ટો-સેમીકંડક્ટર ચિપ્સ અને લ્યુમિનિયર્સનું ઉત્પાદન કરે છે, જે કમર્શિયલ સ્થળોએ વિશાળ-એરિયા લાઇટિંગમાં વિવિધ ઉદ્યોગો માટે ઉકેલો પ્રદાન કરે છે. કંપની ઓરાગડમ, કાંચીપુરમ, તમિલનાડુ ખાતે ઓપ્ટો-સેમીકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરે છે. કંપનીએ તેનો બીજો પ્લાન્ટ સ્થાપવા માટે તમિલનાડુના કૃષ્ણાગિરીમાં એક સુવિધા પણ ખરીદી છે.

લીડ મેનેજર્સઃ ખંભાતા સિક્યુરિટીઝ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તરીકે તથા રજીસ્ટ્રાર લિંક ઇનટાઇમ ઇન્ડિયા છે.