મુંબઈ, 5 ઓક્ટોબરઃ બજાજ ફાઇનાન્સને ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) અને કન્વર્ટિબલ વોરંટ દ્વારા રૂ. 10,000 કરોડ સુધી એકત્ર કરવા માટે બોર્ડની મંજૂરી મળી છે. કંપની QIP ઇશ્યૂ દ્વારા રૂ. 8,800 કરોડ અને કન્વર્ટિબલ વોરંટ દ્વારા રૂ. 1,200 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

બજાજ ફાઇનાન્સને સબ્સ્ક્રિપ્શન અને વોરંટની ફાળવણી દરમિયાન પેરેન્ટ કંપની પાસેથી કુલ રકમના 25% પ્રાપ્ત થશે, જ્યારે બાકીની રકમ વોરંટ સામેના વિકલ્પોની કવાયત પર ચૂકવવાપાત્ર રહેશે. બજાજ ફિનસર્વ હાલમાં બજાજ ફાઇનાન્સના 31,78,16,130 શેર ધરાવે છે, જે 52.45% હિસ્સો દર્શાવે છે. તમામ વોરંટના રૂપાંતર બાદમાં તેનો હિસ્સો 52.57% સુધી વધશે.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ઈસ્યુ ઓફ કેપિટલ એન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018, કંપની એક્ટ, 2013 અને તેના હેઠળ બનાવેલા નિયમોના ચેપ્ટર VI અનુસાર ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશન્સ પ્લેસમેન્ટ (“QIP”) દ્વારા એકંદરે રૂ. 8800 કરોડ કરતાં વધુ રહેશે નહિં. જે હેઠળ રૂ. 2ની ફેસવેલ્યૂ ધરાવતા ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરવામાં આવશે.”

બજાજ ફિનસર્વ લિમિટેડ, પ્રમોટરને પ્રેફરન્શિયલ ઇશ્યૂ તરીકે ₹2ની ફેસ વેલ્યુ ધરાવતા 15,50,000 સુધીના વોરંટ (ઈક્વિટીમાં કન્વર્ટ થઈ શકે તેવા) જારી કરી કુલ રૂ. 1200 કરોડ એકત્ર કરવામાં આવશે.

વધુમાં, કંપનીએ જણાવ્યું હતું કે, કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા સમયાંતરે પ્રકાશિત થતા કોઈપણ લાગુ નિયમો અથવા પરિપત્રોને આધીન, તે સૂચિત QIP અને PI માટે શેરધારકોને તેમની સંમતિ માટે એજીએમ કરશે.

આજે BSE પર બજાજ ફાઇનાન્સના શેરનો ભાવ 5%થી વધુ ઘટી રૂ. 7,849.25 પર બંધ થયો હતો. વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, સ્ટોક હાલમાં તેના ₹8,000ના લાંબા ગાળાના રેઝિસ્ટન્સ લેવલની આસપાસ છે.

એકંદરે વલણ સકારાત્મક રહે તે કિસ્સામાં, ભાવ નજીકના ગાળામાં ₹8,350-8,700 સુધી વધી શકે છે. તાત્કાલિક સપોર્ટ ₹7,650ની આસપાસ જોવા મળી રહ્યો છે.