અમદાવાદ, 14 ડિસેમ્બરઃ એસએમઈ સેગમેન્ટમાં આજે વધુ 3 આઈપીઓ રૂ. 59.8 કરોડનું ફંડ એકત્ર કરવા લોન્ચ થયા છે.જેમાં Benchmark Computer Solution રૂ. 12.24 કરોડ, Siyaram Recycling Industries રૂ. 22.96 કરોડ તથા Shree OSFM E-Mobility રૂ. 24.60 કરોડ એકત્ર કરશે. S J Logisticsનો આઈપીઓ આજે 12 વાગ્યા સુધીમાં 105.97 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. જેમાં રિટેલ રોકાણકારોએ સૌથી વધુ 163.19 ગણી, એનઆઈઆઈએ 98.11 ગણી અને ક્યુઆઈબી પોર્શન 11.78 ટકા બીડ ભર્યા છે. જેના રૂ. 125 ગ્રે પ્રીમિયમ સામે લિસ્ટિંગ સમયે મૂડી બમણી થવાનો આશાવાદ નિષ્ણાતો આપી રહ્યા છે.

આ એસએમઈ આઈપીઓમાં રોકાણ કરતાં પહેલાં તેના ફંડામેન્ટલ્સ, ફેન્સી અને મેનેજમેન્ટ હિસ્ટ્રી જાણવી અતિ આવશ્યક છે.

Benchmark Computer Solutions Ltd. IPO

બેન્ચમાર્ક કોમ્પ્યુટર સોલ્યુશન્સના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 66 અને માર્કેટ લોટ 2000 શેર્સ છે. આઈપીઓ ઈશ્યૂ 14થી 18 ડિસેમ્બર સુધી યોજાશે. જેના શેર એલોટમેન્ટ 19 ડિસેમ્બર અને લિસ્ટિંગ 21 ડિસેમ્બરે થશે. કંપનીની આવકો છેલ્લા 3 વર્ષમાં સતત વધી છે. જો કે, નફો 2021-22માં ઘટ્યો હતો. 2020-21માં નફો રૂ. 0.97 કરોડ, 2021-22માં 0.83 કરોડ, અને 2022-23માં 2.02 કરોડ નોંધાયો છે. કુલ દેવું સપ્ટેમ્બર-23ના અંત સુધીમાં 5.25 કરોડ હતું.

ગ્રે પ્રીમિયમઃ Benchmark Computerનું ગ્રે પ્રીમિયમ રૂ. 22 (33 ટકા) છે. કંપની આઈટી સંબંધિત સેવાઓ અને પ્રોડક્ટ્સ પ્રદાન કરે છે. ઈશ્યૂ આજે ખૂલતાની સાથે જ કુલ 1.18 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં રિટેલ પોર્શન 2.15 ગણો અને એનઆઈઆઈ 21 ટકા સબ્સ્ક્રાઈબ્ડ થયો છે.

Siyaram Recycling IPO

સિયારામ રિસાયક્લિંગ રૂ. 43-46ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 22.96 કરોડ એકત્ર કરવા 14થી 18 ડિસેમ્બર સુધી આઈપીઓ યોજશે. જેની આવકો અને નફો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત વધ્યા છે. સાથે દેવું પણ બમણુ વધી રૂ. 6706.95 કરોડ થયું છે. બ્રાસ પ્રોડક્ટ્સ અને કોમ્પોનન્ટ્સસાથે જોડાયેલી સિયારામ રિસાયક્લિંગ જામનગર જિલ્લામાં 3 પ્લાન્ટ ધરાવે છે. જેની આવકનો 67.06 ટકા હિસ્સો સ્થાનિક માર્કેટમાંથી અને 32.94 ટકા હિસ્સો આંતરરાષ્ટ્રીય બજારમાંથી મેળવે છે.

ગ્રે પ્રીમિયમઃ ગ્રે માર્કેટમાં સિયારામ રિસાયક્લિંગના રૂ. 25 (54 ટકા) પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. ઈશ્યૂ ખૂલતાંની સાથે જ ફુલ્લી 3.56 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. એનઆઈઆઈ 1.68 ગણો અને રિટેલ પોર્શન 6.39 ગણો ભરાયો છે.

Shree OSFM E-Mobility IPO

શ્રી ઓએસએફએમ ઈ-મોબિલિટીના આઈપીઓની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 65 છે. આઈપીઓ બાદ પ્રમોટરનું હોલ્ડિંગ 76.02 ટકાથી ઘટી 55.88 ટકા થશે. કંપનીનીઆવકો અને નફો છેલ્લા 3 નાણાકીય વર્ષમાં વધ્યા છે. 2022-23માં નફો 89.88 ટકા અને આવકો 168.25 ટકા વધી છે. એમએનસી અને અન્ય કંપનીઓના કર્મચારીઓ માટે ટ્રાન્સપોર્ટ સર્વિસ પૂરી પાડે છે. જે 1475 વાહનોના કાફલા સાથે આ સેવાઓ પ્રદાન કરે છે. 42 સ્થળોમાં બ્રાન્ચ ધરાવે છે.

ગ્રે માર્કેટમાં શ્રી ઓએસએફએમ માટે રૂ. 2 પ્રીમિયમ છે. નિષ્ણાતોએ આઈપીઓની પ્રાઈસ બેન્ડ તેની વેલ્યૂએશનની તુલનાએ વધુ દર્શાવી છે. ઈશ્યૂ ખૂલતાંની સાથે 1.17 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ રોકાણકારોએ 50 ટકા અને એનઆઈઆઈ 98 ટકા બીડ ભર્યા છે.