અમદાવાદ, 14 ડિસેમ્બરઃ વડોદરા સ્થિત આઈનોક્સ ઈન્ડિયા લિ.નો આઈપીઓ આજે ખૂલ્યો છે. કંપની રૂ. 627થી 660ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1459.32 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. રિટેલ રોકાણકારે 22 લોટ શેર્સ માટે રૂ. 14520નું રોકાણ કરવુ પડશે.

ગ્રે માર્કેટમાં Inox Indiaના આઈપીઓ માટે શેરદીઠ રૂ. 440 પ્રીમિયમ છે. જે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 660 સામે 67 ટકા ગ્રે પ્રીમિયમ દર્શાવે છે. આઈપીઓ માટે 14થી 18 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. આઈપીઓના શેર એલોટમેન્ટ 19 ડિસેમ્બરે અને મેઈન બોર્ડ ખાતે લિસ્ટિંગ 21 ડિસેમ્બરે થશે.

ફંડામેન્ટલ્સઃ  કંપનીની આવકો અને નફો માર્ચ-23ના અંતે ક્રમશઃ 22.46 ટકા અને 17.02 ટકા વધ્યો છે. કંપનીનું કુલ દેવુ સપ્ટેમ્બર માસના અંતે 31.03 કરોડ હતું. જેનો પીઈ રેશિયો 39.22 છે.

વિગત2023-222021-222020-21
Revenue984.20803.71608.99
Profit After Tax152.71130.5096.11
Total Borrowing43.3860.37

રિસ્ક ફેક્ટરઃ

  • આઈનોક્સ ઈન્ડિયાનો બિઝનેસ તેની મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ અને ગ્રાહકો પર આધારિત છે. જે ભવિષ્યમાં ઉત્પાદનમાં બ્રેકડાઉન, આક્સ્મિક અડચણો આવે તો મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ પર અસર થઈ શકે છે. ગ્રાહકોની સંખ્યા મર્યાદિત છે. જેના ઓર્ડર રદ થાય તો બિઝનેસ પર અસર થવાની શક્યતા છે.
  • સ્લોડાઉન, નિકાસમાં ઘટાડો, મેનેજમેન્ટ સંબંધિત પડકારો બિઝનેસ પર અસર કરી શકે છે.

બ્રોકરેજ વ્યૂહઃ બીપી ઈક્વિટીઝ, સ્વસ્તિક ઈન્વેસ્ટમેન્ટે આઈપીઓ ઈશ્યૂ ભરવા સલાહ આપી છે. કેપિટલ માર્કેટે અપ્લાય કરવા સલાહ આપી છે. રિલાયન્સ સિક્યુરિટીઝ, ઈન્વેસ્ટરપોઈન્ટ બ્રોકરેજ હાઉસે પણ લિસ્ટિંગ સમયે લોટદીઠ 4500-6500નો નફો થવાની સંભાવના સાથે રોકાણ કરવા સૂચન કર્યું છે.

કંપની વિશેઃ કંપનીએ છેલ્લા 3 નાણાકીય વર્ષમાં સતત ડિવિડન્ડની ફાળવણી કરી છે. જેમાં 2021-22માં 75 ટકા, 2022-23માં 550 ટકા અને 2023-24માં 550 ટકા ડિવિડન્ડ ફાળવ્યું છે. કંપનીની કોઈ લિસ્ટેડ હરીફ કંપની નથી. આઇનોક્સ ઇન્ડિયા લિ. (IIL) નાણાકીય વર્ષ 2023માં આવકની દ્રષ્ટિએ ભારતમાં ક્રાયોજેનિક સાધનોનું સૌથી મોટું સપ્લાયર છે. તેની પાસે ડિઝાઇન, એન્જિનિયરિંગ, ઉત્પાદન અને ક્રાયોજેનિક પરિસ્થિતિઓ માટે સાધનો અને સિસ્ટમોના ઇન્સ્ટોલેશનમાં ઉકેલો ઓફર કરવાનો 30 વર્ષથી વધુનો અનુભવ છે. IILની ઓફરમાં પ્રમાણભૂત ક્રાયોજેનિક ટેન્ક અને સાધનો, બેવરેજ કીગ્સ, બેસ્પોક ટેક્નોલોજી, સાધનો અને સોલ્યુશન્સ તેમજ મોટા ટર્નકી પ્રોજેક્ટ્સનો સમાવેશ છે. જેનો ઉપયોગ ઔદ્યોગિક ગેસ, લિક્વિફાઇડ નેચરલ ગેસ (“LNG”), ગ્રીન હાઇડ્રોજન, ઊર્જા, સ્ટીલ, તબીબી અને આરોગ્યસંભાળ, રસાયણો અને ખાતરો, ઉડ્ડયન અને એરોસ્પેસ, ફાર્માસ્યુટિકલ્સ અને બાંધકામ જેવા વિવિધ ઉદ્યોગોમાં થાય છે.

ગતવર્ષે નવેમ્બરમાં લિસ્ટેડ Inox Green Energy servicesના આઈપીઓમાં રોકાણકારોએ 65.94 ટકા રિટર્ન મળી રહ્યું છે. જે ઈશ્યૂ પ્રાઈસ રૂ. 65 સામે હાલ 107.86 પર ટ્રેડ થઈ રહ્યો છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)