ઓસ્ટ્રીયાના રોકાણકારોના પોર્ટફોલિયોમાં 8 ટકા જ્યારે ભારતીય રોકાણકારોના પોર્ટફોલિયોમાં 8 ટકા ફાળવણી સોનાની થાય છે

અમદાવાદ, 21 એપ્રિલઃ મૂડીરોકાણ મામલે સોનું સેફ હેવન ગણાય છે. તેને ધ્યાનમાં રાખીને  ઓસ્ટ્રીયાના રોકાણકારોના પોર્ટફોલિયોમાં 8 ટકા જ્યારે ભારતીય રોકાણકારોના પોર્ટફોલિયોમાં 8 ટકા ફાળવણી થતી હોવાનું નાઇટ ફ્રેન્કના એક અહેવાલમાં જણાવાયું છે.

ભારતીયો માટે સોનું હંમેશાથી પારંપારિક રોકાણનુ સુરક્ષિત માધ્યમ રહ્યું છે. ઈક્વિટી, મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા માધ્યમમાં આકર્ષક રિટર્ન મળતુ હોવા છતાં આજે પણ રોકાણકારો પોતાના પોર્ટફોલિયોમાં સોનાનો ચોક્કસ હિસ્સો અવશ્ય ફાળવે છે. સોનામાં રોકાણ અર્થે 2022માં UHNWIs (ધનિકો) દ્વારા સોનામાં 6% એસેટ એલોકેશન સાથે ભારત બીજા ક્રમે રહ્યું હતું. જ્યારે ઓસ્ટ્રિયા 8% ફાળવણી સાથે યાદીમાં પ્રથમ ક્રમે છે.

ભારતના શ્રીમંતો દ્વારા સોનાની ફાળવણી વૈશ્વિક અને APAC બંને પ્રદેશોમાંથી UHNWIsની સરેરાશ ફાળવણી કરતાં વધુ હતી. નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ, 2022માં, સોનામાં સરેરાશ UHNWI સંપત્તિ ફાળવણી વૈશ્વિક સ્તરે 3% અને એશિયા પેસિફિક ક્ષેત્રમાં 4% હતી.

ધનિકો દ્વારા સોનામાં કરેલુ એસેટ એલોકેશન

દેશગોલ્ડ એલોકેશન
Austria8%
India6%
Chinese Mainland6%
Czech Republic5%
United Arab Emirates4%
Hong Kong SAR4%
Malaysia4%
Switzerland3%
Australia2%
Singapore2%
Spain2%
Taiwan2%
UK2%
Ireland1%
Italy1%
Kenya1%
South Korea1%
US1%

Source: Attitudes Survey, Knight Frank Research

ચાર વર્ષમાં સોનામાં રોકાણ 2 ટકા વધ્યું

ભારતીય ધનિકો દ્વારા સોનામાં એલોકેશન 2018માં 4 ટકાથી વધી 2022માં 6 ટકા થયું છે. જેની પાછળનું કારણ નોંધનીય અને સુરક્ષિત રિટર્ન છે. છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં સોનામાં 69 ટકા રિટર્ન મળ્યું છે. મહામારી, નીચા વ્યાજદરો, વૈશ્વિક પડકારો વચ્ચે સોનું રિટર્ન આપવામાં આકર્ષક રહ્યું છે.

વર્ષભાવ/10 gm (મુંબઈ)રિટર્ન
FY – 1829,304-1.3%
FY – 1931,1916.4%
FY – 2037,00018.6%
FY – 2149,51933.8%
FY – 2248,018-3.0%
FY – 23*52,7609.9%

Source: CMIE

ફુગાવા સામે રક્ષણ આપવામાં સોનું સર્વોપરી સાબિત થાય છે

ગ્લોબલ ઈકોનોમિક લેન્ડસ્કેપમાં અનિશ્ચિતતાને પગલે ગ્રાહકોએ સ્થિરતા પ્રદાન કરતી અને ફુગાવા સામે હેજ તરીકે સેવા આપતી અસ્કયામતોમાં વધારાની મૂડી ફાળવવાનો આશરો લીધો હતો. ધ વેલ્થ રિપોર્ટ 2023માં એટીટ્યુડ સર્વેમાં આ બાબત યોગ્ય રીતે કેપ્ચર કરવામાં આવી હતી, કે ભારતીય UHNWIs એ 2022માં વૈશ્વિક ફાળવણી (3%)ની તુલનામાં સોનામાં સંપત્તિનું ઊંચું પ્રમાણ (6%) ફાળવ્યું છે.

  • શિશિર બૈજલ, નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર