Neogen કેમિકલ્સ અને જાપાનની MU આયોનિક સોલ્યુશન્સ વચ્ચે MOU
મુંબઇ, 10 એપ્રિલ: બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલિટી કેમિકલના ક્ષેત્રમાં ભારતની અગ્રણી ઉત્પાદક કંપની Neogen કેમિકલ્સ લિમિટેડે જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ કૉર્પોરેશન સાથે એક સમજૂતી કરી છે. એમયુ આયોનિક સોલ્યુશન્સ (MUIS) એ મિત્સુબિશિ કેમિકલ કૉર્પોરેશન તથા યુબીએ કૉર્પોરેશનની સંયુક્ત સાહસ કંપની છે અને તે જાપાનીસ ઉદ્યોગગૃહ મિત્સુબિશિ કેમિકલ ગ્રુપની કંપની છે. આ જૂથ લિથિયમ-આયોન બૅટરીમાં વપરાતા ઇલેક્ટ્રોલાઇટ્સના ક્ષેત્રમાં 30 વર્ષ કરતાં વધુ સમયનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. કંપનીના પાંચ ઇલેક્ટ્રોલાઇટ ઉત્પાદન પ્લાન્ટ જાપાન, અમેરિકા, યુકે તથા ચીનમાં આવેલા છે.
સમજૂતીની શરતો મુજબ, ભારતમાં Neogenના ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન્સના ઉત્પાદન માટે MUIS પાસેથી પ્રોપ્રાઇટરી અને કોન્ફિડેન્શિયલ ઉત્પાદન ટેકનોલોજી માટે લાઇસન્સ મેળવશે. કંપની આ માટે પ્રતિ વર્ષ 30,000 MT સુધીના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.
Neogenના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. હરિન કાનાણીએ કહ્યું કે આ સમજૂતી સાથે અમારી કંપની આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી ધરાવતી સૌપ્રથમ ભારતીય કંપની બનશે જે લિથિયમ-આયોન બૅટરીના સ્કેલ માટે ઇલેક્ટ્રોલાઇટ્સનું ઉત્પાદન કરશે.