પાવર,મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી શેર્સમાં આક્રમક વેચવાલી

વૈશ્વિક શેરબજારોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારોમાં પણ સતત કરેક્શન આગળ વધવા સાથે મોટાભાગના સેક્ટોરલ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. જોકે, બેન્ક નિફ્ટીમાં સુધારાની ચાલના કારણે બજાર નિષ્ણાતોમાં કરેક્શનમાં બ્રેકનો આશાવાદ જાગ્યો છે. આજે દિવસ દરમિયાન હેવી વોલેટિલિટી વચ્ચે પાવર, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી સેક્ટરમાં આક્રમક વેચવાલીના પ્રેશરથી સેન્સેક્સ ઘટીને બંધ રહ્યો હતો. વૈશ્વિક ઇક્વિટીમાં કામચલાઉ રિકવરી છતાં સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં વોલેટાલિટીની સ્થિતી જોવા મળી હતી. કરન્સી માર્કેટમાં પણ ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયેથી પાછો ફર્યો હતો પરંતુ ઊંચા વ્યાજ દરના સંજોગોમાં આર્થિક રિકવરીની ચિંતા વચ્ચે એકંદર સેન્ટિમેન્ટ નેગેટિવ રહ્યું હતું. સેન્સેક્સ 105.82 પોઈન્ટ ઘટીને 54364.85 રહ્યો હતો. જ્યારે નિફ્ટી 61.80 પોઈન્ટ ઘટીને 16240.05 પોઇન્ટ બંધ રહ્યો હતો.  સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા સત્રમાં નેગેટિવમાં બંધ રહ્યા હતા.

તાતા સ્ટીલ 7 ટકા તૂટ્યો

સેન્સેક્સ પેકમાં તાત સ્ટીલ સૌથી વધુ 6.95 ટકા ગબડ્યો હતો તેમજ સનફાર્મા, એનટીપીસી,ટાઇટન,બજાજ ફાઇનાન્સ,રિલાયન્સ ઘટ્યા હતા. જ્યારે HUL,એશિયન પેઇન્ટ્સ,ઇન્ડસઇન્ડ બેંક વધીને બંધ રહ્યાં હતા. સ્મોલકેપ 2.11 ટકા અને મિડકેપ 1.98 ટકા ઘટ્યો હતો. સેન્સેક્સ પેકમાં 12 સ્ક્રિપ્સ વધી હતી.

સેક્ટોરલ્સમાં ઘટાડો

સેક્ટોરલ ઇન્ડેક્સમાં મેટલ 5.62 ટકા,યુટિલિટીઝ 4.57 ટકા,પાવર 4.33 ટકા,રિયાલ્ટી 2.96 ટકા ઘટ્યા હતા. બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ પૈકી 57 સ્ક્રીપ્સમાં વર્ષની ટોચ સામે 146 સ્ક્રીપ્સમાં વર્ષની બોટમ જોવા મળી હતી તેમજ 16 સ્ક્રીપ્સમાં ઉપલી જ્યારે 6માં નીચલી સર્કિટ જોવા મળી હતી.

એફઆઇઆઇ સત વેચવાલ

વિદેશી રોકાણકારોની વેચવાલીનો ટ્રેન્ડ જળવાતા 3960.59 કરોડની નેટ વેચવાલી નોંધાવી હતી. જ્યારે સ્થાનિક રોકાણકારોની 2958.40 નેટ ખરીદી નોંધાવી હતી.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ

બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 3487 પૈકી 870 સ્ક્રીપ્સમાં સુધારો અને 2491 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ  પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું.

માર્કેટમાં રાહત રેલીની સંભાવના

4 એપ્રિલ 2022ના નિફ્ટી 18114 પોઇન્ટની હાઈથી નિફ્ટી અત્યાર સુધી 2000 અંક તૂટીને 16200ની આસપાસ પહોંચ્યો છે. નિફ્ટી તેના 20, 50, 100 અને 200-day SMAની નીચે ટ્રેડ થઇ રહ્યો છે જે જે સંકેત આપે છે કે, ટેકનિકલી માર્કેટ બેરિશ મોડમાં છે. શૉર્ટ ટર્મ ચાર્ટ પર કેટલાક ઓવરસોલ્ડ સેટઅપ બનવા પર બેરિશ ટ્રેન્ડમાં પુલબેક અને શૉર્ટ કવરિંગ જોવા મળી શકે છે. 14-દિવસની RSI 33 આસપાસ છે. તે જોતાં માર્કેટમાં રાહત રેલીની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

ટોચના શેર્સ ટાંયટાંય ફીસ્સ

વિગતબંધ+/-
તાતા સ્ટીલ1165.40-6.95%
સનફાર્મા861.60-2.68%
એનટીપીસી155.30-2.33%
હિન્દુ.યુનિ.2184.103.24%
એશિયન પેઇ.3083.702.46%

અદાણી જૂથના શેર્સમાં જંગી ગાબડાંની સ્થિતિ

અદાણી જૂથની સાતેય લિસ્ટેડ કંપનીઓમાં સેકન્ડરી માર્કેટના ઘટાડાની વિશેષ અસર જોવા મળી છે. ખાસ કરીને અદાણી વિલ્મરસતત આઠમા દિવસે ઘટાડાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો હતો. સતત પાંચમા દિવસે પાંચ ટકાની નીચલી સર્કિટ સાથે ઘટીને રૂ.583.25 બંધ રહ્યો હતો. 28 એપ્રિલે રૂ. 878ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદથી અત્યાર સુધીમાં 34 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.

અદાણી જૂથની સાત કંપની શેર્સની સ્થિતિ

કંપની1 મેબંધઘટાડો (ટકા)
અદાણી વિલમર753.65583.25-22.61
અદાણી ટ્રાન્સમિશન2804.952475.80-11.73
અદાણી ટોટલ2486.752346.95-5.62
અદાણી ગ્રીન28302486.80-12.12
અદાણી પોર્ટ્સ856.65771.30-9.96
અદાણી પાવર280.20267.70-4.46
અદાણી એન્ટર.2339.302110.45-9.78