અમી ઓર્ગેનિક્સનો Q4નફો 27.6% વધી રૂ. 272 મિલિયન
સુરત, 15 મેઃ અમી ઓર્ગેનિક્સ લિમિટેડ (AMI) (BSE: 543349, NSE: AMIORG) એ 31મી માર્ચ, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના નાણાંકીય પરિણામોની જાહેર કર્યા હતા. પરિણામો વિશે ટિપ્પણી કરતાં અમી ઓર્ગેનિક્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નરેશ પટેલે જણાવ્યું વર્ષની કુલ આવક વાર્ષિક ધોરણે 19% વધીને રૂ. 621 કરોડ થઈ છે. એડવાન્સ ફાર્માસ્યુટિકલ ઇન્ટરમીડિએટ્સ બિઝનેસના લીધે આ નોંધપાત્ર કામગીરી જોવા મળી છે જેમાં વાર્ષિક ધોરણે 22%ની મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. Q4FY23 માટે કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 29.8% વધીને રૂ. 1,864 મિલિયન થઈ; અનુક્રમે આવક 22.3% વધી. ત્રિમાસિક ગાળા માટે PAT વાર્ષિક ધોરણે 27.6% વધી રૂ. 272 મિલિયન હતો; ક્રમિકપણે PAT 21.9% વધ્યો. ક્વાર્ટર માટે PAT માર્જિન Q4FY22 માં 14.8% અને Q3FY23 માં 14.6%ની સરખામણીમાં 14.6% હતું. FY23 માટે કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 18.6% વધીને રૂ. 6,167 મિલિયન થઈ છે. વર્ષ માટે PAT વાર્ષિક ધોરણે 15.8% વધીને રૂ. 833 મિલિયન હતો. વર્ષ માટે PAT માર્જિન 13.5% હતું
કન્સોલિડેટેડ પરિણામોઃ Q4 & FY23 (આંકડા રૂ. મિલિયન)
વિગતો | Q4FY23 | Q4FY22 | YoY | Q3FY23 | QoQ | FY23 | FY22 | YoY |
આવકો | 1,864 | 1,435 | 29.8% | 1,524 | 22.3% | 6,167 | 5,201 | 18.6% |
ગ્રોસ નફો | 813 | 634 | 28.3% | 700 | 16.1% | 2,858 | 2,473 | 15.6% |
ગ્રોસ માર્જિન | 43.6% | 44.1% | 46.0% | 46.3% | 47.5% | |||
એબિટા | 408 | 258 | 58.3% | 308 | 32.5% | 1,227 | 1,052 | 16.6% |
એબિટા માર્જિન | 21.9% | 18.0% | 20.2% | 19.9% | 20.2% | |||
ચો. નફો | 272 | 213 | 27.6% | 223 | 21.9% | 833 | 719 | 15.8% |
NPM | 14.6% | 14.8% | 14.6% | 13.5% | 13.8% |