નવિતાસ સોલાર, રિડિંગ્ટનની ભાગીદારી સાથે દેશભરમાં વ્યાપક વિસ્તરણ કરશે
સુરત, 18 મે: વાર્ષિક 500 મેગા વૉટની ક્ષમતા ધરાવતી અગ્રણી મોડ્યુલ મેન્યુફેકચરીંગ કંપની નવિટાસ સોલરે, અગ્રણી ટેકનોલોજી સોલ્યુશન પ્રોવઈડર રેડીંગ્ટન લિ.ના સહયોગમાં ભારતભરમાં સોલાર પ્રોડકટસના વિતરણની કામગીરી હાથ ધરી છે. નવિટાસ સોલાર ભારત અને અમેરિકાના બજારમાં વિસ્તરણ કરી રહી છે અને તેણે સ્થાનિક ગ્રાહકો માટે સેલ્સ, સર્વિસ અને ઈનોવેશનમાં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. નવિટાસે તેના પ્લાન્ટ ઓપરેશનના વિસ્તરણ માટે તાજેતરમાં ભંડોળ એકત્ર કર્યુ છે. કંપની તેની ક્ષમતા વિસ્તારીને 1.2 GW સુધી લઈ જવા માગે છે તેવું નવિટાસ સોલરના ડિરેકટર અને સહસ્થાપક અંકિત સિંઘાનીયા જણાવે છે.
રેડીંગટન સોલરના બિઝનેસ હેડ પ્રદિપ શ્રીકાંથન જણાવે છે કેઅમે નવિટાસ સાથે સોલાર મોડ્યુલ્સ અને સોલાર પેનલ્સના વિતરણની કામગીરી માટે ભાગીદારી કરી છે. નવિટાસ સોલર એ સુરતની ઝડપથી વિકસતી સોલાર પેનલ મેન્યુફેકચરીંગ કંપની છે. જેની સ્થાપના વિનીત મિત્તલ, સુનય શાહ, અંકિત સિંઘાનીયા, આદિત્ય સિંઘાનીયા અને સૌરભ અગ્રવાલે સ્થાપના કરી હતી. તેની એકંદર ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 500 મે.વૉટ છે. તે પેનલ ધીઠ 5 વોટથી માંડીને 600 વૉટ સુધીની પોલિક્રીસ્ટાલાઈન અને મોનો પીઈઆરસી સોલાર મોડ્યુલના ઉત્પાદનમાં નિપુણતા ધરાવે છે.
નવિટાસ સોલાર દેશમાં સરકારી, અર્ધ સરકારી, અને વ્યાપારી એકમો સહિત 800થી વધુ ગ્રાહકો ધરાવે છે. રેડીંગટન લિ. એ એક સુસંકલિત ટેકનોલોજી સોલ્યુશન્સ પ્રોવાઈડર અને ફોરચ્યુન 500 કંપની છે. પોતાની 60થી વધુ પેટા કંપનીઓ અને 38 ઓફિસો મારફતે તેમજ 290થી વધુ એસોસિએશન અને 40,000 ચેનલ પાર્ટનર્સ તમામ કેટેગરીની IT/ITeS, ટેલિકોમ, લાઈફસ્ટાઈલ સહિતની કંપનીઓને ભારત, સિંગાપુર, દક્ષિણ એશિયા, મિડલ ઈસ્ટ, આફ્રિકા અને તુર્કીમાં એન્ડ-ટુ એન્ડ સોલ્યુશન્સ પૂરાં પાડે છે.