NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો, જીરામાં સુધારો
મુંબઇ, ૨ જુન: હાજર બજારોમાં વિધીવત ચોમાસાની રાહ વચ્ચે કૄષિ પેદાશોમાં કામકાજ ઢીલાં હતા. જેના કારણે વાયદા પણ સુસ્ત હતા. NCDEX ખાતે ઇસબગુલ સીડનાં વાયદામાં ૧૫ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે કપાસિયા ખોળનાં વાયદા કારોબાર ૧૦૭ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૧૩૯ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.
NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, જીરૂ તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, હળદર તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૩૭૮ રૂ. ખુલી ૫૪૨૧ રૂ., દિવેલનાં ભાવ ૧૧૦૨ રૂ. ખુલી ૧૧૦૨ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૬૦ રૂ. ખુલી ૨૬૧૭ રૂ., ધાણા ૬૧૬૪ રૂ. ખુલી ૬૧૫૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૩૧ રૂ. ખુલી ૫૪૨૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૭૦૦ રૂ. ખુલી ૧૦૬૫૩ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૦૦૦ રૂ. ખુલી ૨૪૦૦૦ રૂ., જીરાનાં ભાવ ૪૪૬૨૦ રૂ. ખુલી ૪૪૭૬૫ રૂ., કપાસનાં ભાવ ૧૫૩૯.૦૦ રૂ. ખુલી ૧૫૪૯. ૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૨૮૦ ખુલી ૪૬૨૦૦ રૂ. અને હળદરનાં ભાવ ૭૬૦૪ રૂ. ખુલી ૭૫૩૮ રૂ. બંધ રહ્યા હતા.