આઇસક્રીમ અને પીણાં જેવી ચીજોનો વપરાશ 79 ટકા ગ્રાહકો માટે લગભગ સમાન રહ્યો
ગ્રાહકોનાં અભિપ્રાય અંગેનું માસિક પૃથક્કરણ રજૂ કરતા ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)નાં લેટેસ્ટ તારણો
નવી દિલ્હી, 6 જૂન: જૂન મહિનાના રિપોર્ટમાં ભારતમાં બદલાતી જતી ખર્ચ પેટર્ન અને ગ્રાહક વર્તણુંકની સૂઝ અને તેમના વિચારો અનુસાર એકંદર ઘરગથ્થુ ખર્ચ સતત ચાલુ રહ્યો હતો અને શહેરી બજારોની સરખામણીમાં ગ્રામીણ બજારમાં નજીવો વધારો થયો હતો. સર્વે અનુસાર એર કન્ડીશનર (એસી) અને રેફ્રીજરેટર જેવી સમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ અને આઇસક્રીમ તથા પીણા જેવી સમર પ્રોડક્ટ્સ જેવી ઉનાળાની ચીજોની ખરીદીમાં ખાસ કોઇ વધારો નહોતો થયો.
કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ વ્યાપક મુદ્દાઓ પર ગ્રાહકોનાં અભિપ્રાય અંગેનું માસિક પૃથક્કરણ રજૂ કરતા ઇન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)નાં લેટેસ્ટ તારણો પ્રસિધ્ધ કર્યા હતા.
સેન્ટમેન્ટમાં ટકાવારીમાં વધારામાંથી ઘટાડાને બાદ કરીને ગણવામાં આવતો નેટ સીએસઆઇ સ્કોર જૂન મહિનામાં +9 હતો, જે ગયા મહિનાની સરખામણીમાં સમાન હતો.
સેન્ટિમેન્ટ એનાલિસિસ પાંચ સંબંધિત પેટા-સૂચકાંકમાં વિભાજીત છેઃ એકંદર ઘર ખર્ચ, આવશ્યક અને અનાવશ્યક ચીજો પરનો ખર્ચ, હેલ્થકેર પરનો ખર્ચ, મિડીયા પાછળ ખર્ચની આદત, મનોરંજન અને ટુરિઝમ પાછળ ખર્ચ.
એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે, એકંદરે, ઘરગથ્થુ ખર્ચ સ્થિર રહ્યો છે, જે ભારતીય અર્થતંત્રની સ્થિરતા સૂચવે છે. વધુમાં, ગ્રામીણ ગ્રાહકો દ્વારા આવશ્યક ચીજો પાછળ નજીવો ખર્ચ વધારો આ સેગમેન્ટ દ્વારા પાયાની જરૂરિયાતોનાં મહત્વ પર ભાર મૂકે છે અને બિન જરૂરી તથા મુનસફીની ચીજો પાછળની સાતત્યપૂર્ણ માંગ 26-35નાં વયજૂથનાં લોકોનાં મહત્વાકાંક્ષી માનસને ઉજાગર કરે છે. અમારા સર્વેનું તારણ સમર સીઝન કેટેગરીઝ પ્રત્યે સાવચેત અભિગમ પર પણ પ્રકાશ ફેંકે છે, જેમાં નોંધપાત્ર બહુમતી તેમની ખરીદી ટાળવાનો વિકલ્પ અપનાવે છે.
એક્સિસ માય ઇન્ડિયાના સર્વેના મહત્વનાં તારણો
- ટકા પરિવારો માટે પર્સનલ કેર અને ઘરગથ્થુ ચીજો પાછળનો ખર્ચ વધ્યો હતો, જે ગયા મહિના જેટલો જ છે. 34% ગ્રામીણ ગ્રાહકો માટે અને 29% શહેરી ગ્રાહકો માટે આવશ્યક ચીજો પાછળનો ખર્ચ વધ્યો જતો. એસી, કાર અને રેફ્રીજરેટર જેવી બિનજરૂરી અને મુનસફીની પાછળનો ખર્ચ 5 ટકા પરિવારો માટે વધ્યો હતો. 32 ટકા પરિવારો માટે વિટામિન્સ, લેબોરેટરી ટેસ્ટસ હેલ્ધી ફુડ્સ જેવી આરોગ્ય સંબંધિત ચીજો પાછળનો ખર્ચ વધ્યો છે, જે ગયા મહિનાની સરખામણીમાં એક ટકા પરિવારમાં વધારો સૂચવે છે. 33% લોકો માટે ગ્રામીણ સેગમેન્ટ માટે આરોગ્ય સંબંધિત ચીજોનો વપરાશ વધ્યો હતો અને રૂ. 31000થી વધુ માસિક આવક ધરાવતા લોકોમાં 37 ટકાનો ખર્ચ વધ્યો હતો. 24% પરિવારજનો માટે મિડીયા વપરાશ (ટીવી, ઇન્ટરનેટ, રેડિયો વગેરે) વધ્યો હતો, જે ગયા મહિના કરતાં 3% વધુ છે. પરિવારો માટે મોબિલીટી 8% વધી છે, જે ગયા મહિના કરતા 1% વધુ છે. વર્તમાન ઉનાળાની મોસમમાં એર કન્ડીશનર (AC) અને રેફ્રીજરેટર અંગે 4 % ઉત્તરદાતાઓએ જ આવી ચીજોની ખરીદી કરી હતી, જ્યારે 9 ટકા લોકોની યોજના હતી. 86 ટકા લોકોએ આ ઉપકરણો નહીં ખરીદવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.
31 % લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતમાં આર્થિક નરમાઇ નહીં આવે
બાકીનાં લોકો કંઇ કહી શક્યા નહોતા. ઉત્તરદાતાઓને ખાનગી કે સરકારી નોકરીમાં જોબ કટ અંગે 17% લોકોએ મોટા પાયે અસર થઈ હોવાનું અને 19 % લોકોએ થોડે અંશે અસર થઈ હોવાનું જણાવ્યું હતું. મોટાં ભાગનાં એટલે કે 64% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે તેમનાં પર જોબ કટ કે લે ઓફની કોઈ અસર નથી થઈ. એઆઇ સંબંધિત ટુલ્સનાં ઉપયોગ માત્ર 1%, લોકોએ દૈનિક, 1%, લોકોએ ક્યારેક અને 1%, લોકોએ ભાગ્યે જ ઉપયોગ કર્યો હોવાનું જણાવ્યું હતું.
તમે ક્યારેય ઓટીટી પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લીધું છે તેવાં પ્રશ્નનાં જવાબમાં ટોચનાં ચાર ઓટીટી પ્લેટફોર્મમાં હોટસ્ટાર (15%), જિયો સિનેમા (12%), એમેઝોન પ્રાઇમ (9%) અને નેટફ્લિક્સ (5%)નો સમાવેશ થાય છે. અન્ય પ્લેટફોર્મ્સમાં ઝી5 (3%), વુટ (1%), યુટ્યુબ પ્રીમિયમ(1%), અને અન્ય(4%) નો સમાવેશ થાય છે. ગ્રાહકોએ એમેઝોન પ્રાઇમ (22%), હોટસ્ટાર(22%), જિયો સિનેમા (21%), અને નેટફ્લિક્સ(12%) પર પસંદગી ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે એમેઝોન પ્રાઇમ અને હોટસ્ટારે તેમની સ્થિતિ જાળવી રાખી છે પણ જિયો સિનેમાએ નેટફ્લિક્સ કરતાં આગળનું સ્થાન લઈ લીધું છે. આ ઉપરાંત, ઝી5(6%), સોની લિવ(2%), અને અન્ય (13%), જેવાં કેટલાંક પ્લેટફોર્મ્સે વર્તમાન અથવા અગાઉનાં સબસ્ક્રાઇબ્ડ પ્લેટફોર્મ કરતાં ભાવિ સબસ્ક્રિપ્શન માટે પ્રમાણમાં વધુ રસ દર્શાવ્યો છે.