700 પોઇન્ટની વોલેટિલિટી, વધ્યા મથાળેથી 577 પોઇન્ટનો ઘટાડો
ગુરુવાર માટે નિફ્ટીની ટેકનિકલ ટ્રેડિંગ રેન્જ
ટેકનિકલ સપોર્ટઃ 16200- 16000 પોઇન્ટ
ટેકનિકલ રેઝિસ્ટન્સઃ 16450- 16500 પોઇન્ટ
માર્કેટબ્રેડ્થ પોઝિટિવ
કુલ ટ્રેડેડ | સુધર્યા | ઘટ્યા |
3466 | 1866 | 1479 |
- મોટાભાગના સેક્ટોરલ્સમાં માંડ અડધા ટકા આસપાસ વોલેટિલિટી
- સેન્સેક્સ વધ્યા મથાળેથી 577 પોઇન્ટ ઘટી 54208.53 બંધ રહ્યો
- નિફ્ટી નોમિનલ 19 પોઇન્ટ ઘટી 16200ની સપાટીએ ટકેલો
નિફ્ટી બુધવારે પોઝિટિવ નોટ સાથે ખુલી ઉપરમાં 16400 નજીક પહોંચ્યો હતો. પરંતુ હેવી પ્રોફીટ બુકિંગના કારણે ટકી શક્યો નહોતો. બે દિવસના સુધારાની સાયકલ દર્શાવે છે કે, માર્કેટમાં હજી પણ ટ્રેન્ડ અને વલણ સાવચેતી સૂચવે છે. જેના કારણે પુલબેકને કોમન ઇન્વેસ્ટર શંકાની નજરે જોઇ રહ્યો હોવાથી સ્મોલકેપ અને મિડકેપમાં પણ જોઇએ તેવો કરંટ જોવા મળતો નથી. ફન્ડામેન્ટલી જોઇએ તો પણ એફપીઆઇની એકધારી વેચવાલી, ડોલર સામે રૂપિયો ઐતિહાસિક તળિયે તેમજ ઘરઆંગણે સતત વધી રહેલો ફુગાવો તેમજ આરબીઆઇ હજી વ્યાજદર વધારવાની ફિરાકમાં હોવાના નકારાત્મક અહેવાલો વચ્ચે માર્કેટમાં સુધારો છેતરામણો સાબિત થઇ રહ્યો છે.
ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર બેરિશ હેમર કેન્ડલસ્ટીકની રચના દર્શાવી છે જે રેન્જ બાઉન્ડ એક્ટિવિટીનો સંકેત આપે છે. ડે ટ્રેડર્સે 16200- 16150ને મહત્વની ટેકાની સપાટીઓ ગણીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવી. નીચામાં 16000 તોડે તો પરિસ્થિતિ અનુસાર નવી તેજીમાં સાવચેતી રાખવી.
એલઆઇસી એટ એ ગ્લાન્સ
મંગળવારે બંધ | 875.45 |
બુધવારે ખુલ્યો | 886.20 |
વધી | 890.00 |
ઘટી | 874.00 |
બંધ | 876.25 |
સુધારો(રૂ.) | 0.80 |
સુધારો ટકા | 0.09 |