NCDEX: કપાસિયાખોળમાં નીચલી સર્કિટ: મગફળીમાં ઘટાડો
મુંબઇ, 22 જૂન: હાજર બજારોમાં ચોક્કસ કોમોડિટીમાં ખપપુરતી ખરીદી નીકળતાં વાયદામાં બેરતફી વધઘટ જોવા મળી હતી. NCDEX ખાતે મગફળીનાં વાયદામાં ૫૫ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. કપાસિયા ખોળનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૧૬ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૩૮ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, મગફળી, ગુવાર ગમ, ગુવાર સીડ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે ધાણા, ઇસબગુલ, જીરૂનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડાના ભાવ ૫૭૯૩ રૂ. ખુલી ૫૭૨૭ રૂ., દિવેલનાં ભાવ ૧૧૭૭ રૂ. ખુલી ૧૧૭૭ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૫૮૬ રૂ. ખુલી ૨૫૪૫ રૂ., ધાણા ૬૪૪૮ રૂ. ખુલી ૬૫૦૬ રૂ., મગફળીનાં ભાવ ૭૦૪૧ રૂ. ખુલી ૭૦૧૭ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૪૦૧ રૂ. ખુલી ૫૩૯૩ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૬૦૫ રૂ. ખુલી ૧૦૪૫૨ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૫૪૦૦ રૂ. ખુલી ૨૫૬૭૫ રૂ., જીરાનાં ભાવ ૫૪૧૪૦ રૂ. ખુલી ૫૪૫૧૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૦૫.૦૦ રૂ. ખુલી ૧૪૯૨.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૫૨૦ ખુલી ૪૬૨૯૦ રૂ. અને હળદરનાં ભાવ ૯૬૦૦ રૂ. ખુલી ૯૪૨૪ રૂ. બંધ રહ્યા હતા.