NCDEX ખાતે હળદર તથા જીરામાં ઉપલી સર્કિટ: ઇસબગુલનાં ભાવમાં વધારો
મુંબઇ, 28 જૂન: ગુજરાતભરમા મેઘમહેરનાં અહેવાલો બાદ નીચા મથાળે હાજર બજારોમાં લેવાલી નીકળતાં કૄષિ કોમોડિટીનાં ભાવ વધ્યા હતા. NCDEX ખાતે મગફળીનાં વાયદામાં ૨૦ ટનનાં વેપાર થયા હતા. ઇસબગુલ સીડનાં વાયદામાં ૬ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા.
NCDEX ખાતે મસાલા, તથા ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. હળદર તથા જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટ લાગી હતી. ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૭૩ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે જીરાનાં વાયદા કારોબાર ૨૯૪ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરૂ, કપાસ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે મગફળીનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. એરંડાના ભાવ ૫૭૨૮ રૂ. ખુલી ૫૭૯૨ રૂ., દિવેલનાં ભાવ ૧૧૭૯ રૂ. ખુલી ૧૧૭૯ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૪૪૮ રૂ. ખુલી ૨૪૭૧ રૂ., ધાણા ૬૪૫૦ રૂ. ખુલી ૬૫૧૨ રૂ., મગફળીનાં ભાવ ૬૯૬૬ રૂ. ખુલી ૬૯૫૩ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૩૧૩ રૂ. ખુલી ૫૩૮૨ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૨૭૫ રૂ. ખુલી ૧૦૪૨૨ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૫૨૫૦ રૂ. ખુલી ૨૬૦૦૦ રૂ., જીરાનાં ભાવ ૫૪૦૫૦ રૂ. ખુલી ૫૫૪૫૫ રૂ., કપાસનાં ભાવ ૧૪૮૦.૦૦ રૂ. ખુલી ૧૪૮૭.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૬૦૫૦ ખુલી ૪૬૧૭૦ રૂ. અને હળદરનાં ભાવ ૯૩૦૦ રૂ. ખુલી ૯૫૧૮ રૂ. બંધ રહ્યા હતા.