NCDEX: કૃષિ વાયદામાં નરમાઇ, ગુવારગમ-ગુવારસીડમાં ઉંચા વેપાર
મુંબઇ, ૪ જુલાઇ: ગુજરાતભરમાં મેઘમહેરનાં અહેવાલો વચ્ચે હાજર બજારો નરમ પડતાં વાયદામાં પણ કૄષિ કોમોડિટી ઘટ્યા હતા. NCDEX ખાતે આજે મગફળીનાં વાયદામાં ૫ ટનનાં વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષમાં ઘટાડો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૧૧ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૨૧૧ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા. NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા મગફળી, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, હળદર તથા કપાસ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે જીરૂ તથા સ્ટીલ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૫૯૦૯ રૂ. ખુલી ૫૯૨૬ રૂ., દિવેલ ૧૨૧૯ રૂ. ખુલી ૧૨૧૯ રૂ., કપાસિયા ખોળ ૨૫૧૮ રૂ. ખુલી ૨૪૮૦ રૂ., ધાણા ૬૭૬૨ રૂ. ખુલી ૬૬૮૦ રૂ., મગફળી ૬૯૫૦ રૂ. ખુલી ૬૯૫૦ રૂ. ગુવાર સીડ ૫૪૮૫ રૂ. ખુલી ૫૩૯૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૦૭૭૮ રૂ. ખુલી ૧૦૫૦૬ રૂ., ઇસબગુલ ૨૬૭૯૦ રૂ. ખુલી ૨૬૭૯૦ રૂ., જીરા ૫૩૪૦૦ રૂ. ખુલી ૫૪૦૩૫ રૂ., કપાસ ૧૫૦૫.૦૦ રૂ. ખુલી ૧૪૯૫.૦૦ રૂ., સ્ટીલના ભાવ ૪૫૪૫૦ ખુલી ૪૫૬૮૦ રૂ. અને હળદર ૧૦૦૦૬ રૂ. ખુલી ૯૮૬૮ રૂ. બંધ રહ્યા હતા.