અમદાવાદ, 4 જુલાઈ: કેડિલા ફાર્માસ્યુટિકલ્સને મોસ્ટ પ્રિફર્ડ વર્કપ્લેસ 2023 તરીકે બહુમાન પ્રાપ્ત થયુ છે. કેડિલાને આ એવોર્ડ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં કામ માટે અપવાદરૂપ સારૂ વાતાવરણ ઉભુ કરવા બદલ કેડીલાને આ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મોસ્ટ પ્રિફર્ડ વર્ક પ્લેસ 2023 તરીકે બહુમાન વિવિધ ક્ષેત્રોમાં  અનોખાં બ્રાન્ડ સોલ્યુશન્સ મારફતે અસરકારક કામગીરી  બજાવતી સંસ્થાઓને ટીમ માર્કસમેન તરફથી એનાયત કરવામાં આવે છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સ વતી આ એવોર્ડ સુમિત સલુજા – જોઈન્ટ પ્રેસીડેન્ટ,બીએસબીયુ એચઆર અને રોનક દોશી-કોર્પોરેટ કોમ્યુનિકેશને આ એવોર્ડ સ્વીકાર્યો હતો.

ટીમ માર્કસમેનના જણાવ્યા પ્રમાણે  સ્કીલ ડેવલપમેન્ટ, રિમોટ જોબ્ઝ, અને ફ્રીલાન્સની તકો ઉભરતી જાય છે ત્યારે વ્યક્તિ કામકાજ અને જીવન વચ્ચે સમતુલા માટે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. આ કારણે નોકરીઓ બદલવાનુ વલણ વધતુ જાય છે. આમ છતાં કેટલીક જૂજ કંપનીઓ આ પરિસ્થિતિ પારખીને  ઉત્તમ વર્કપ્લેસનુ અને વર્ક મોડલનુ નિર્માણ કરતી રહે છે અને આ રીતે મોસ્ટ પ્રિફર્ડ વર્ક પ્લેસ 2023 તરીકનુ ગૌરવવંતુ સ્થાન હાંસલ કરી શકે છે.