શોર્ટ- મિડિયમ- લોંગ ટર્મ માટે 10 શેર્સ ઉપર વોચ રાખો
- સન ફાર્માઃ કંપનીએ માર્ચ-22 ક્વાર્ટર માટે રૂ. 2277.2 કરોડની લોસ નોંધાવી છે. પરંતુ EBITDAમાં 14.6 ટકાનો વાર્ષિક ધોરણો વધારો નોંધાયો છે. રેવન્યૂમાં 11 ટકા વધારો થયો છે. ઇન્ડિયા ફોર્મ્યુલેશન્સમાં 16 ટકા અને યુએસ ફોર્મ્યુલેશન્સ વેચાણમાં 5 ટકા વૃદ્ધિ જોવા મળી છે.
પરીણામના પગલે શેર 3.11 ટકા તૂટી મંગળવારે રૂ. 860.45ની સપાટીએ રહ્યો હતો. ફન્ડામેન્ટલી કંપનીએ વાર્ષિક પરીણામોમાં જોકે સુધારો નોંધાવ્યો હોવાથી શોર્ટટર્મ ડીપ્સને ખરીદીની તક સમજી લાંબાગાળાનું રોકાણ સમજી સ્ટ્રેટેજી ગોઠવી શકાય.
- એલઆઇસીઃ માર્ચ-22 ક્વાર્ટર માટે કંપનીનો ચોખ્ખો નફો 18 ટકા ઘટ્યો છે. પરંતુ નેટ પ્રિમિયમ ઇન્કમ 18.2 ટકા વધી છે.
પરીણામના પગલેશેર 3.05 ટકા તૂટી રૂ. 811.50 મંગળવારે બંધ રહ્યો હતો. નીચામાં 801.55 થઇ ગયેલા આ શેરમાં હજી સેલિંગ પ્રેશર જળવાઇ રહ્યું હોવાથી શોર્ટટર્મ ટ્રેન્ડ બેરિશ જણાય છે. 775 સુધી એક વાર જાય તો નવાઇ નહિં તેવું ટેકનિકલ નિષ્ણાતોનું માનવું છે.
- એનએલસી ઇન્ડિયાઃ કંપનીનો માર્ચ-22 ક્વાર્ટરનો નફો 54 ટકા ઘટ્યો છે. આવકો 8.7 ટકા વધી છે. સરકારી નવરત્ન કંપનીની નાણાકીય કામગીરી નબળી રહી છે.
વાર્ષિક 92.40નો હાઇ અ 49.90ની બોટમ બનાવી હાલમાં રૂ. 75.65 આસપાસ રમી રહેલો શેર સાઇડવે થયેલો હોવાનું ટેકનિકલ નિષ્ણાતો માને છે. જોખમ ના લેવાય.
- લેમન ટ્રી હોટલઃ કંપની આસામમાં નવો હોટલ પ્રોજેક્ટ હાથ ધરી રહી છે. જે જુન-26માં ઓપરેશનલ થઇ જશે. કંપનીની ટેક્નો ફન્ડામેન્ટલ સ્થિતિ ધીરે ધીરે મજબૂત થઇ રહી છે.
મંગળવારે કંપનીનો શેર 8.30 ટકાના ઉછાળા સાથે રૂ. 64.60 બંધ રહ્યો હતો. એકવાર રૂ. 71.40નું એન્યુઅલ ટોપ ક્રોસ કરે તો શેર ઝડપથી ટ્રીપલ ડિજિટમાં જઇ શકે તેવી શક્યતા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.
- એનબીસીસીઃ માર્ચ ક્વાર્ટરમાં નફામાં 52 ટકા ગાબડું નોંધવનારી આ કન્સ્ટ્રક્શન કંપનીના શેરમાં આવેલા પ્રત્યેક ઉછાળા ઊભરાં સાબિત થઇ રહ્યા છે.
મંગળવારે પણ શેર 1.03 ટકા ઘટી રૂ. 33.50 બંધ રહ્યો હતો. તે તેની વાર્ષિક 30.80ની બોટમ આસપાસ હોવાનું દર્શાવે છે.
- બ્રાઇટકોમ ગ્રૂપ (બીસીજી) તાજેતરમાં જ 3 શેરે 2 શેર્સ બોનસ આપ્યા બાદ કંપનીના શેરમાં પ્રોફીટ બુકિંગ અને સેલિંગ પ્રેશરના કારણે શેરનો ભાવ સતત દબાઇ રહ્યો છે. જોકે, કંપનીના ફન્ડામેન્ટલ્સ જોતાં નિષ્ણાતો મિડિયમ ટર્મ માટે પસંદ કરી રહ્યા છે.
શેર રૂ. 122.88ની ટોપથી ગગડી રૂ. 56.15 થઇ મંગળવારે 4.96 ટકાની મંદીની સર્કિટ નોંધાવી રૂ. 64.25 બંધ રહ્યો હતો. મિડિયમ ટર્મમાં ટ્રીપલ ડિજિટ થવાની ધારણા સેવાય છે.
- IRCTC: Q4-22માં કંપનીનો ચોખ્ખો નફો 106 ટકા વધવા સાથે આવકો 104 ટકા વધી છે. ફન્ડામેન્ટલી મજબૂત ગણાતી આ કંપનીના શેરમાં કેટલાંક વગદારોનો પગપેસારો થતાં શેર ધૂમ સટ્ટાખોરીનો ભોગ બની રૂ. 1278.60ની ટોચેથી ગગડી રૂ. 377.74ની બોટમ સુધી પટકાયો હતો.
મંગળવારે શેર 0.27 ટકા ઘટી રૂ. 692.95 બંધ રહ્યો હતો. ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ આ શેરને લાંબી રેસનો ઘોડો ગણાવી રહ્યા છે.
- તાતા પાવરઃ ટેક્નો- ફન્ડામેન્ટલી એકદમ સાઉન્ડ ગણાતી આ કંપનીનો ગ્રોથ આગામી પાંચ વર્ષમાં અનેક ગણો જોવા મળે તેવી ધારણા ફાઇનાન્સિલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
મંગળવારે 0.79 ટકાના સુધારા સાથે રૂ. 235.10 બંધ રહેલોઆ શેર ઉપરમાં રૂ. 298 સુધી ગયેલો છે. લાંબાગાળાના રોકાણને ધ્યાનમાં રાખી પ્રત્યેક ઘટાડે આ શેર ઉપર વોચ રાખવા ખાસ સલાહ મળી રહી છે.
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝઃ સર્વિસ સેક્ટર ઉપર ઝોક વધારી રહેલી દેશની ટોચની કંપની આગામા 10 વર્ષમાં તમામ સેક્ટરમાં જંગી ગ્રોથની શક્યતા ધરાવે છે. રિલાયન્સ જિયોના આઇપીઓ એક્શન ટાણે માર્કેટમાં આ શેર ધૂમ મચાવી શકે છે.
મંગળવારે 1.12 ટકા ઘટી રૂ. 2633.90 બંધ રહેલો આ શેર એકવાર રૂ. 2750 અને ત્યારબાદ 2855 ક્રોસ કર્યા પછી રોકેટ બને તેવી શક્યતા ટેક્નો- ફન્ડામેન્ટલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.
- અદાણી ગ્રીનઃ ટેકનો: ફન્ડામેન્ટલ એનાલિસ્ટ આ શેર માટે બુલિશ રહ્યા છે. ગ્રીન એનર્જી સેક્ટરનો ગ્રોથ અને શક્યતાઓ ધ્યાનમાં રાખી લાંબાગાળાના રોકાણની સ્ટ્રેટેજી માટે સલાહ આપી રહ્યા છે.
મંગળવારે રૂ. 1898.80ની સપાટીએ બેસી ગયેલો શેર ઇન્ટ્રા-ડે એક તબક્કે રૂ. 2141.25ની ઇન્ટ્રા-ડે ટોચે પહોંચ્યા પછી અકારણ ગગડ્યો હોવાનું બજાર પંડિતોનું માનવું છે.