દિવસ દરમિયાન 381 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સમાં સાધારણ નરમાઇનો ટોન

વિગતસેન્સેક્સનિફ્ટી
આગલો બંધ6638519672
ખુલ્યો6653119729
વધી6655919729
ઘટી6617819616
બંધ6635619681
+/--29.07+8.25
+/-%-0.040.04

અમદાવાદ, 25 જુલાઇઃ મંગળવારે સેન્સેક્સમાં 381 પોઇન્ટની ઇન્ટ્રા-ડે વોલેટિલિટીના અંતે સ્ટોક સ્પેસિફિક તેમજ સેક્ટર સ્પેસિફિક કામકાજને બાદ કરતાં વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાયેલા રહ્યા હતા. BSE સેન્સેક્સ 29.07 પોઈન્ટ્સ અથવા 0.04 ટકા ઘટીને 66355.71 પોઈન્ટ્સ સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8.25 પોઈન્ટ્સ અથવા 0.4 ટકાના સુધારા સાથે 19680.60 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો. વિવિધ સેક્ટોરલ્સ પૈકી એએફએમસીજી, આઈટી, બેન્ક, કેપિટલ ગૂડ્ઝ, ટેકનો અને રિયલ્ટી શેરોમાં પ્રોફીટ બુકિંગ જ્યારે પાવર, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્, ઓટો, ઓઈલ-ગેસ અને એનર્જી શેરોમાં વેલ્યૂ બાઇંગ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.39 ટકા ઘટીને અને 0.31 ટકા વધીને બંધ રહ્યા હતા.

હોટેલ બિઝનેસ ડિમર્જરની અસરે ITCમાં સેલિંગ પ્રેશર

હોટેલ બિઝનેસના ડિમર્જરની ઘોષણા પછી ITC શેરનો ભાવ ડાઉનવર્ડ ટ્રેન્ડ ચાલુ રાખ્યો છે, જે 2.92% ઘટીને ₹457.15 થયો છે. જેની સાથે કંપનીએ 6 લાખ કરોડની માર્કેટ કેપ સપાટી પણ ગુમાવી છે. રોકાણકારોએ બે દિવસમાં તેની વાર્ષિક ટોચથી 51 હજાર કરોડની મૂડી ગુમાવી છે. સત્તાવાર રીતે તેના હોટલ બિઝનેસના ડિમર્જરની જાહેરાત કરતાં ગઈકાલે આઈટીસીનો શેર 4 ટકા સુધી તૂટ્યો હતો. બાદમાં આજે BSE પર ગઈ કાલના ₹470.90ના બંધ સામે ITCનો શેર ₹469.95 પર ખૂલ્યા બાદ વધુ ઘટીને ઇન્ટ્રા-ડે ₹455.95ની નીચી સપાટીએ પહોંચ્યા બાદ છેલ્લે રૂ. 462.2ની સપાટીએ બંધ રહ્યો હતો. જે બે દિવસમાં  છ ટકાથી વધુનો ઘટાડ દર્શાવે છે. બજાર ડિમર્જરની વાત નેગેટિવ ગણી રહ્યું છે. જોકે, સેકન્ડ હાફમાં આઇટીસીમાં ઘટ્યા મથાળેથી સુધારાની ચાલ રહી હતી. Emkay Globalએ શેરનો ભાવ વધુ અનલોક થવાની અપેક્ષા સાથે આગામી સમયમાં રૂ. 525ના ટાર્ગેટે પહોંચવાની સંભાવના વ્યક્ત કરી છે.

Suzlon Energyનો નફો 96% ઘટયો, શેરમાં 5 ટકાની લોઅર સર્કિટ

Suzlon Energy Ltdનો જૂન ત્રિમાસિક ચોખ્ખો નફો 95.85 ટકા ઘટી રૂ. 100.90 કરોડ નોંધાયો છે. ગતવર્ષે રૂ. 2,392.87 કરોડ થયો હતો. ગ્રૂપે ગતવર્ષે ત્રિમાસિકમાં તેના અમુક એસોસિએટ્સમાંથી રોકાણો પાછા ખેંચ્યા હોવાથી નફો વધ્યો હતો. જ્યારે જૂન ત્રિમાસિક, 2022માં કંપનીએ રૂ. 66 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી હતી. ક્વાર્ટરમાં આવક 2.18 ટકા ઘટીને રૂ. 1,347.52 કરોડ થઈ છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,377.58 કરોડ હતી. સુઝલોન એનર્જીએ જણાવ્યું હતું કે તેના સંચિત ઓર્ડર લગભગ 1.6 ગીગાવોટના છે. ક્વાર્ટર માટે એબિટડા માર્જિન 15.4 ટકા હતું. પરિણામો પ્રોત્સાહક રહેવાની અપેક્ષાએ સુઝલોનનો શેર આજે 20.80ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. પરંતુ પરિણામો જાહેર થતાંની સાથે BSE પર 5 ટકા લોઅર સર્કિટ વાગી રૂ. 19 થયો હતો. ઉલ્લેખનીય છે, 2023માં અત્યાર સુધીમાં સ્ટોક 77.24 ટકા વધ્યો છે.