મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં બીજો સ્ટોર શરૂ કર્યો
અમદાવાદ, 26 જુલાઈ: સોના અને હીરાના ઘરેણાંની રીટેઇલ ચેઇન્સ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા આ સ્ટોરનું ઉદ્ઘાટન વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકરે કર્યું હતું. આ કાર્યક્રમમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના રીજનલ હેડ (વેસ્ટ ઝોન) ફન્ઝીમ અહેમદ અને અન્ય કેટલાક મહાનુભાવોએ હાજરી આપી હતી. 9000 ચો. ફૂટમાં ફેલાયેલા આ નવા સ્ટોરમાં ફક્ત 4.9%ના વાજબી મેકિંગ ચાર્જિસની સાથે ડીઝાઇની સૌથી મોટી વિવિધતાઓ તેમજ યોગ્ય કિંમતોએ ઘરેણાં ઉપલબ્ધ છે. આ સ્ટોરમાં સોના, હીરા, મૂલ્યવાન રત્નો, લાઇટવેઇટ પ્લેટિનમ, ચાંદી અને બીજી ઘણી બધી ધાતુઓમાંથી બનાવવામાં આવેલા બ્રાઇડલ, પરંપરાગત અને રોજબરોજ પહેરી શકાય તેવા ઘરેણાંની અદભૂત રેન્જ રજૂ કરવામાં આવી છે. અહીં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડની પ્રચલિત પેટા-બ્રાન્ડ્સમાંથી કેટલીક ચૂંટેલી ડીઝાઇનોને પણ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમ કે, માઇન ડાયમંડ જ્વેલરી, એરા અનકટ ડાયમંડ જ્વેલરી, ડિવાઇન ઇન્ડિયન હેરિટેજ જ્વેલરી, એથનિક્સ હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી, પ્રીશિયા પ્રીશિયસ જેમસ્ટોન જ્વેલરી, વિરાઝ પોલ્કી જ્વેલરી વગેરે.